વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2022માં સ્વતંત્રતા દીને 83 મિનિટ સુધી રાષ્ટ્રને સંબોધન કર્યું હતું.
જોકે, 2017ના સ્વતંત્રતા દિવસ પર વડાપ્રધાનનું ભાષણ માત્ર 56 મિનિટનું હતું આ તેમનું સૌથી ટૂંકું ભાષણ હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 15મી ઓગસ્ટના રોજ સોમવારે લાલ કિલ્લા પરથી નવમી વખત રાષ્ટ્રને સંબોધન કર્યું.
76માં સ્વતંત્રતા દિવસ પર, વડા પ્રધાને લાલ કિલ્લા પરથી ધ્વજ ફરકાવ્યો અને 83 મિનિટ સુધી રાષ્ટ્રને સંબોધન કર્યું.
આ પહેલા 2021ના સ્વતંત્રતા દિવસે વડાપ્રધાને 88 મિનિટ સુધી વાત કરી હતી.
2014માં પહેલીવાર વડાપ્રધાને 65 મિનિટ સુધી દેશને સંબોધન કર્યું હતું.
2015માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 86 મિનિટનું ભાષણ આપીને પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુનો રેકોર્ડ તોડ્યો હતો. નેહરુએ 1947માં લાલ કિલ્લા પરથી 72 મિનિટનું ભાષણ આપ્યું હતું.
વડાપ્રધાન મોદીજીએ વીતેલા વર્ષોમાં સ્વતંત્રતા દિવસ ઉપર કરેલા ભાષણો જોવામાં આવેતો
2014માં 65 મિનિટ, 2015માં 86 મિનિટ, 2016માં 96 મિનિટ, 2017માં 56 મિનિટ, 2018માં 82 મિનિટ, 2019માં 93 મિનિટ, 2019માં 93 મિનિટ, 2020માં 86 મિનિટ, 2021માં 88 મિનિટ અને 2022માં 83 મિનિટ
આમ પીએમ મોદીએ આ વર્ષે 83 મિનિટ ભાષણ આપ્યું હતું.