દેશ માં કોરોના એ ભરડો લીધો છે અનેક લોકો મોત ના મુખ માં ધકેલાઈ ચૂક્યા છે અને વિશ્વ ના દેશો એ ભારત ને સહાય મોકલવાનું શરૂ કર્યું છે ત્યારે
મોદીએ કહ્યું હતું કે વર્તમાન મહામારી એ સદીઓમાં એકવાર આવતી આપત્તિ છે અને વિશ્વ સમક્ષ એક મોટો પડકાર ઉભો કર્યો છે. બેઠકમાં કહેવામાં આવ્યું હતું કે ભારતમાં બનેલી 2 વેક્સિનના ઉપયોગની મંજૂરી આપવામાં આવી છે. બીજી અનેક વેક્સિન પણ આવી રહી છે. અત્યાર સુધીમાં 15 કરોડથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી છે.
દેશમાં બેકાબૂ કોરોના વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉચ્ચ સ્તરીય બેઠક દરમિયાન મોદી નિષ્ણાતો સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા દરમિયાન દેશમાં ઓક્સિજન અને દવાની ઉપલબ્ધતાની સમીક્ષા કરી રહ્યા છે.
આ અગાઉ શુક્રવારે કેબિનેટ કમિટીના સભ્યો સાથેની બેઠકમાં વડાપ્રધાને મંત્રીઓને પોતપોતાના ક્ષેત્રના લોકો સાથે સંપર્કમાં રહેવા માટે જણાવ્યું હતું. તેમને મદદ કરો અને તેમનો પ્રતિસાદ લેતા રહો. આ તરફ, સંરક્ષણ મંત્રાલયે ભારતની સશસ્ત્ર દળને કટોકટી નાણાકીય પાવર્સ આપ્યો છે, જેથી તેઓ મહામારી સામે લડવા માટે જરૂરી પગલાં લઈ શકે.
આમ સદી પુરી થયા બાદ એકવાર મહામારી આવતી હોવાનું વડાપ્રધાન મોદી એ જણાવ્યું હતું.