વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈને ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ ચરમસીમાએ છે. શનિવારે તેમના જન્મદિવસને ખાસ બનાવવા માટે વિવિધ તૈયારીઓ કરવામાં આવી રહી છે.
તમિલનાડુમાં ભાજપે ખાસ વ્યવસ્થા કરી છે,અહીં પીએમ મોદીના જન્મદિવસ પર જન્મેલા બાળકોને સોનાની વીંટી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલું જ નહીં, આ દિવસે 720 કિલો માછલીનું વિતરણ કરવામાં આવશે.
સોનાની વીંટી વિતરણના ખર્ચ અંગે જવાબ આપતાં મત્સ્યોદ્યોગ અને માહિતી અને પ્રસારણ મંત્રી એલ મુરુગને કહ્યું કે ચેન્નાઈની RSRM હોસ્પિટલને રિંગનું વિતરણ કરવા માટે પસંદ કરવામાં આવી છે. અહીં જન્મેલા તમામ બાળકોને સોનાની વીંટી આપવામાં આવશે.
તેણે વધુમાં જણાવ્યું કે એક વીંટી લગભગ બે ગ્રામની હશે, જેની કિંમત લગભગ 5000 રૂપિયા હશે. અંદાજ મુજબ શનિવારે હોસ્પિટલમાં 15 થી 20 બાળકોનો જન્મ થશે.
મંત્રી એલ મુરુગને કહ્યું કે, 720 કિલો માછલીના વિતરણ માટે મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના મત વિસ્તારની પસંદગી કરવામાં આવી છે. આની પાછળ પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાને પ્રોત્સાહિત કરવાનો છે. તેમણે કહ્યું, પીએમ મોદી 72 વર્ષના થઈ રહ્યા છે. આ માટે 720 કિલો માછલીનું વિતરણ કરવામાં આવશે.