પુલવામામાં થયેલ આતંકી હુમલાનો બદલો લેતાં બાલાકોટ ખાતે ભારતીય વાયુસેનાએ સર્જીકલ સ્ટ્રાઇક કરી છે. મહત્વનું છે કે પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેનાં સંબંધો વણસ્યા છે. ભારતમાં સતત આ હુમલાનો મુંહતોડ જવાબ આપવા માંગ પણ ઉઠી રહી હતી.
ત્યારે આજે સવારે ભારતીય વાયુસેનાએ સરહદ પાર કરીને બાલાકોટમાં આતંકી કેમ્પ પર હુમલો કરીને તેને ધ્વસ્ત કરી નાખ્યાં છે. ત્યારે ઉરી બાદ કરવામાં આવેલ આ સર્જીકલ સ્ટ્રાઇક બાદ પીએમ મોદીએ ખૂબ જુસ્સાભેર સાથે રાજસ્થાનનાં ચુરૂ ખાતે રેલી યોજી. જેમાં સંબોધન કરતા કહ્યું કે…
સોગંદ મુજે મિટ્ટી કી, મેં દેશ નહીં મિટને દુંગા:
હું દેશને લુંટાવા નહી દઉં
હું દેશને ઝુકવા દઉં
હું દેશને થમવા નહી દઉં
દેશ હાલ જાગી રહ્યો છે
દરેક ભારતવાસીની જીત છે
જાગી રહ્યો છે દેશ મારો, નહીં ભટકીશું, નહીં અટકીશું, હું દેશને નહીં મિટવા દઉં કે નહીં તો ઝુકવા દઉં