આજથી નૂતન વર્ષ વિક્રમ સંવત 2077ની શુભ શરૂઆત સાથેજ દેશ સહિત ગુજરાત માં પરંપરાગત રીતે ભવ્ય ઉજવણી થઇ રહી છે. નવા વર્ષને લોકો એકબીજાને ફોન , રૂબરૂ ઉત્સાહભેર વિશ કરી રહ્યાં છે અને મંદિરોમાં પણ દર્શન માટે ઉમટી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ લોકોને નવા વર્ષની ખુબખુબ શુભકામનાઓ પાઠવી છે.
પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે સૌ દેશના સૌ બહેનો-ભાઈઓને નવા વર્ષની હ્રદયપૂર્વક શુભકામનાઓ પાઠવી હતી અને સર્વેને નવા વર્ષે સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને સુખ પ્રાપ્ત થાય તેવી અંતરની મનોકામનાઓ વ્યક્ત કરી હતી.
આમ આજનો દિવસ પરંપરાગત રીતે ઉજવાઈ રહ્યો છે.
