વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે ઝારખંડના દેવઘર જિલ્લામાં એરપોર્ટ સહિત અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. પીએમ મોદી ત્યાં અન્ય અનેક પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે. દેવઘરમાં આવેલા 12 જ્યોતિર્લિંગોમાંનું એક ભગવાન ભોલેનાથનું મુખ્ય મંદિર છે જ્યાં
પીએમ મોદી બાબા વૈદ્યનાથ ધામમાં દર્શન અને પૂજા અર્ચના કરશે.
આ સિવાય પીએમ મોદી 11.5 કિલોમીટરના રોડ શોમાં પણ ભાગ લેશે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે વડાપ્રધાનની સુરક્ષા માટે કડક વ્યવસ્થા કરવામાં આવી છે.
એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વડા પ્રધાન ઝારખંડમાં 16,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. આ સાથે 401 કરોડના ખર્ચે બનેલા 657 એકરમાં ફેલાયેલા એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે.