કોરોના વાયરસને લઈ દેશ માં લાગુ કરવામાં આવેલા 21 દિવસના લોકડાઉન દરમ્યાન સંક્રમિત દર્દીઓની સંખ્યા 7 હજારને ઉપર પહોંચી ગઈ છે અને 239નાં મોત થઈ ચૂક્યા છે. ત્યારે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી મીટિંગ કરી હતી. બેઠકમાં લોકડાઉન વધારવાનો નિર્ણય લેશે તેવા અહેવાલ સામે આવ્યા હતા પરંતુ પીએમ મોદી આજે રાષ્ટ્રને સંબોધન નહીં કરે.જોકે મુખ્યમંત્રીઓ એ લોકડાઉનના વધારવાનું સમર્થન કર્યુ હતું.
રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મીટિંગ પૂર્ણ થયાની ગણતરીની મીનિટોમાં જ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી હતી. તેના બાદ એવી ચર્ચા શરૂ થઈ ગઈ હતી કે પીએમ મોદી લોકડાઉને લઈ આજે દેશને સંબોધન કરશે પરંતુ પીએમ મોદી આજે સંબોધન નહીં કરે અને જલ્દી જ લોકડાઉન મામલે નિર્ણય લઈ શકે છે.જોકે લોક ડાઉન અંગે મહારાષ્ટ્ર ,ઓરિસ્સા અને પંજાબ માં 30 મી એપ્રિલ સુધી વધારવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે બાકીના રાજ્યો માં હવે જાહેરાત થશે લોકો ની નજર હવે પછી વધારાના લોકડાઉન તરફ છે જે અંગે આજે શનિવારે મોદીજી રાત્રે સંબોધન નહિ કરનાર હોવાનું સૂત્રો એ જણાવ્યું હતું.
