નવી દિલ્હી. દેશ માં કાલે 1 જૂન થી મળનારી વધુ છૂટછાટો વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રવિવારે સવારે 11 વાગે રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’માં જનતા ને સંબોધિત કરશે.આ અગાઉ પીએમ મોદીએ સોમવારે આ કાર્યક્રમ માટે જનતા પાસેથી સૂચનો પણ માંગ્યા હતા.
માનવામાં આવી રહ્યું છે કે મોદી ‘મન કી બાત’માં 1 જૂનથી શરૂ થનારા’ અનલોક -1 ‘વિશે ચર્ચા કરી શકે છે. કોરોના ને લઈ અત્યારસુધી દેશમાં ચાર લોકડાઉન થયા છે. તેઓ લોકડાઉન દરમિયાન ત્રીજી વખત આ કાર્યક્રમ દ્વારા લોકોને સંબોધિત કરવા જઇ રહ્યા છે. વડાપ્રધાન મોદીએ અગાઉ 29 માર્ચ અને 26 એપ્રિલના રોજ ‘મન કી બાત’ માં દેશને સંબોધન કર્યું હતું.
