આજે દેશભરમાં 14 નવેમ્બરે દિવાળી મનાવવામાં આવી રહી છે તો ક્યાંક કાળી ચૌદસ પણ મનાવાઈ રહી છે, દેશ ના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિવાળીના પાવન પર્વ નિમિત્તે દેશવાસીઓને દિવાળીની શુભકામના પાઠવી છે. પ્રધાનમંત્રીએ ટ્વિટ કરીને લખ્યુ, ‘બધા દેશવાસીઓને દિવાળીની હાર્દિક મંગળ કામનાઓ. બધાને હેપ્પી દિવાળી. આ તહેવાર તમારી જિંદગીમાં વધુ રોશની અને પ્રસન્નતા આપે. બધા લોકો સમૃદ્ધ અને સ્વસ્થ રહે.’ શુક્રવારે પીએમ મોદીએ નાની દિવાળી પર પણ એક ટ્વિટ કરીને કહ્યુ હતુ કે આ દિવાળી પર આપણે સૌએ એક દીવો દેશના સૈનિકો માટે પ્રગટાવવો જોઈએ. સૂત્રો મુજબ પીએમ મોદી દર વર્ષની જેમ આ વર્ષે પણ જવાનો સાથે દિવાળી મનાવી શકે છે. હિન્દુ તહેવારો માં દિવાળી નું ખાસ મહત્વ છે અને ભગવાન શ્રી રામ રાવણ ને પરાજિત કરી વનવાસ પૂર્ણ કરી આજના દિવસે અયોધ્યામાં પરત આવતા પ્રકાશ સાથે લોકો એ મીઠાઈઓ વહેંચી આ દિવસ ની ઉજવણી કરી હતી ત્યારથી દિવાળી ઉજવાય છે આ વર્ષે અયોધ્યા માં વિશેષ ઉજવણી થનાર છે. આવતી કાલ થી નવા વર્ષ નો પ્રારંભ થાય છે.
