દેશના PM નરેન્દ્ર મોદી આજે ફરીએકવાર મનકી બાત કાર્યક્રમ માં દેશને સંબોધન કર્યું હતું તેઓ 68મી વખત મન કી બાત કાર્યક્રમમાં સંબોધન કરી રહ્યા છે. તેમણે કહ્યું- કોરોના મહામારીના સમયમાં ગણેશોત્સવની ઓનલાઈન અને ઈકોફ્રેન્ડલી ઉજવણી કરાઈ રહી છે જે ખુબજ કાબિલે તારીફ છે જેમાં લોકોનો સંયમ અભૂતપૂર્વ હોવાનું જણાયું છે જે માટે લોકો ને બિરદાવ્યા હતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ આત્મનિર્ભર ભારતમાં ગુજરાત માં બનનારી ટોય ઈન્ડસ્ટ્રી અંગે પણ વાત કરી હતી તેઓએ આત્મનિર્ભર ભારત અંગે જણાવ્યું કે અસહયોગ આંદોલનના સમયે ગાંધીજીએ કહ્યું હતું કે, આ ભારતીયોમાં આત્મવિશ્વાસ જગાડવાનું આંદોલન છે. સાથેજ શ્રાવણ ના તહેવારોમાં પર્યાવરણ ના સંદેશ અંગે ની વાત જણાવી કહ્યુકે ઘણા તહેવારની પર્યાવરણ માટે ઉજવણી કરવામાં આવે છે. બિહારના થારુ સમુદાયે પ્રકૃતિને જીવનનો ભાગ બનાવી લીધો છે. 60 દિવસના તહેવાર બરનાની ઉજવણી કરે છે. કોઈ પણ ક્યાંય આવતું જતું નથી.
આ દરમિયાન ઓણમની પણ ઉજવણી કરવામાં આવી રહી છે. જેવી ધૂમ તો વિદેશ સુધી છે. આ ખેડૂતો સાથે સંકળાયેલો તહેવાર છે. આપણા તહેવારોમાં ખેડૂતોના રંગથી હરિયાળી જોવા મળે છે. આ વાતો વેદોમાં નથી કહેવાઈ. ઋગવેદમાં કહેવામાં આવી છે તેમ જણાવ્યું હતું
