કોરોના કાળ માં ભલે અન્ય તહેવારો ઉજવાતા ન હોય પણ પોલીટીકલ કાર્યક્રમો ભરપૂર યોજાયા છે તાજેતર માં સીઆર પાટીલે ભારે ઉપાડો લીધો હતો અને રાજ્ય માં રેલીઓ અને જાહેર કાર્યક્રમો ભરપુર યોજાયા હતા પરિણામે નેતાઓ માં કોરોના વકર્યો હતો ત્યારે આવી રહેલી ચુંટણીઓ વચ્ચે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત અને રાષ્ટ્રની સેવામાં સમર્પણના 20માં વર્ષની ઉજવણી નિમિત્તે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાનાર છે પણ હવે તે જાહેર માં નહિ પણ વર્ચ્યુઅલ કાર્યક્રમો યોજાશે ,આ માટે તૈયારીઓ શરૂ થઈ છે અને ગુજરાત ના સીએમ વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ વર્ચ્યુઅલ રેલીને સંબોધન કરશે. નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકેના કાર્યકાળમાં થયેલા નોંધપાત્ર કામો અને યોજનાઓનો ભાજપના કાર્યકરો દ્વારા પ્રચાર કરવામાં આવશે. બીજી તરફ જાહેર માં કોરોના નું ઉલ્લંઘન કરનારા નેતાઓ ને પકડી ને તેઓ સામે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવા હાઇકોર્ટ ના નિર્દેશ ને પગલે હવે નેતાઓ કોરોના ની ગાઈડલાઈન પાળશે અને વર્ચ્યુઅલ કાર્યક્રમો ઉપર ભાર મુકાયો હોવાનું જાણવા મળ્યું છે.
