વડાપ્રધાન મોદી દ્વારા VVIP માટે રૂ. 8 હજાર કરોડ રૂપિયાના ખર્ચે 2 અધ્યતન વિમાનોની ખરીદી કરવા મુદ્દે રાહુલ ગાંધીએ કેન્દ્રની ભાજપ સરકાર પર આકરા પ્રહારો તો કરી દીધા પણ પાછળ થી ખબર પડી કે અલ્યા આતો આપણી કોંગ્રેસ ની યુપીએ સરકારે જ વિમાનો લાવવાની યોજના બનાવી હતી આતો ગાંધી પરિવાર નું સપનું મોદીજી એ પૂરું કર્યું છે.
રાહુલ ગાંધીએ આ મામલે કાચુ કાપતા પીઢ રાજકારણીઓ મન માં મલકાતાં હતા ,સરકારી સૂત્રોએ જણાવ્યું કે 2 VVIP વિમાનોની ખરીદ પ્રક્રિયા યુપીએ સરકારના સમયમાં જ શરૂ કરવામાં આવી હતી. મોદી સરકારે તો બસ આ યોજનાને પુરી કરી છે.કેન્દ્ર સરકારે કહ્યું કે આ વિમાન લેવાની પ્રક્રિયા લગભગ 10 વર્ષ પહેલા યુપીએ સરકારના શાસનમાં શરુ થઇ હતી. એનડીએ સરકારે તો આ ડીલને પુરી કરી છે. કેન્દ્ર સરકારે કહ્યું કે રાહુલ ગાંધી તથ્યોને નકારી ના શકે તેઓ એ યાદ રાખવું જોઈએ.
સરકારી સૂત્રોએ તો ત્યાં સુધી કહ્યું હતું કે, આ વિમાન માત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે જ નહીં પણ અન્ય વીવીઆઈપી પણ ઉપયોગ કરવાના છે અને તે ઈન્ડિયન એરફોર્સ પાસે રહેશે.
સૂત્રોએ ઉલ્લેખ કર્યો કે વીવીઆઈપી વિમાનની ખરીદ પ્રક્રિયાની કવાયત 2011માં શરૂ થઈ હતી. ગ્રુપ ઓફ મિનિસ્ટર્સના નિર્દેશ પર મીટિંગ ઓફ કમિટી સેક્રેટરીઝ (CoS)ની બેઠક થઈ હતી. 10 બેઠકો બાદ 2012માં પોતાની ભલામણો સોંપી હતી. જેમાં નિર્ણય લેવાયો હતો કે વીવીઆઈપી એરક્રાફ્ટ્સ માટે ઉપલબ્ધ વિકલ્પોને એક ઈન્ટર મિનિસ્ટ્રિયલ ગ્રુપ (IMG)એક્ઝામિન કરશે2012માં જ ઈન્ટર મિનિસ્ટ્રિયલ ગ્રુપની રચના કરવામાં આવી. IMGની લગભગ 10 બેઠકો થઈ અને તેણે 2012માં પોતાની ભલામણો રજુ કરી. વીવીઆઈપી એરક્રાફ્ટ્સ માટે 2 વિકલ્પ સૂચવવામાં આવ્યા. હાલના B777 ER વિમાનને વીવીઆઈપી માટે કન્વર્ટ કરવામાં આવે અથવા તો નવા એરક્રાફ્ટનો ઉપયોગ કરવામાં આવે જેનો ઓર્ડર તો એરફોર્સ આપ્યો હતો પરંતુ તેની ડિલિવરી થઈ નહતી. ત્યારબાદ હાલના જ વિમાનમાં જરૂરી ફેરફાર કરવાનો નિર્ણય લેવાયો હતો. મોદી સરકારે આ વીવીઆઈપી એરક્રાફ્ટની પ્રોક્યોરમેન્ટ પ્રક્રિયાને પૂરી કરી છે.
કોંગ્રેસના નેતા પર નિશાન સાધતા સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે, આ બે વિમાન પ્રધાનમંત્રી માટે નથી પરંતુ તેનો ઉપયોગ અન્ય વીવીઆઈપી માટે પણ થશે. આ વિમાન ભારતીય વાયુસેનાના છે વડાપ્રધાનના નહીં.
સરકારી સૂત્રોના જણાવ્યાં મુજબ હાલ ભારતમાં વીવીઆઈપીની મુસાફરી માટે એર ઈન્ડિયાના જમ્બો જેટ્સનો ઉપયોગ થાય છે જે 25 વર્ષ કરતા પણ વધુ જૂના છે. આ વિમાન લાંબી મુસાફરી માટે મિસફિટ છે ઉપરાંત ઓઈલ રિફિલિંગ માટે પણ તેમણે અધરસ્તે થોભવું પડે છે. ગત વર્ષ અમેરિકાથી એક બી-777 વિમાન નવી દિલ્હી પહોંચ્યું હતું જેનો ઉપયોગ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, અને પ્રધાનમંત્રીની મુસાફરીઓ માટે થશે. વીવીઆઈપી મુસાફરી માટે અન્ય એક બી-777 વિમાન પાછળથી ભારત પહોંચશે. અધિકારીઓએ કહ્યું કે બંને વિમાનોની ખરીદી અને જરૂરિયાત મુજબ ફેરફાર સાથે કુલ કિંમત લગભગ 8,400 કરોડ રૂપિયા છે.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ VVIP માટે એરક્રાફ્ટ ખરીદી પર હુમલો કરતા મંગળવારે પંજાબના નૂરપુરમાં કહ્યું હતું કે, એકબાજુ પીએમ મોદીએ 8000 કરોડ રૂપિયામાં 2 વિમાન ખરીદ્યા છે. બીજી બાજુ ચીન આપણી સરહદો પર છે અને આપણા સુરક્ષા દળો સરહદની સુરક્ષા માટે ભીષણ ઠંડીનો સામનો કરી રહ્યા છે. વડાપ્રધાન વિમાન ખરીદી પર હજારો કરોડ રૂપિયા બરબાદ કરી રહ્યા છે પણ પાછળ થી ખબર પડતાં પોતાની જ અજ્ઞાનતા ઉપર ભોંઠા પડવાનો વારો આવ્યો હતો.
