દેશમાં કોરોના વાયરસનું સંકટ સતત વધતો જઇ રહ્યો છે. દરરોજ કોરોના વાયરસના નવા કેસ સામે આવી રહ્યા છે. આ વચ્ચે ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક કરવાના છે.
16 જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવા રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરશે, જ્યા કોરોનાની ઝડપ ધીમી છે અથવા જ્યા કોરોના દર્દીઓનો રિકવરી રેટ ઘણો સારો છે. આ રાજ્યોમાં પંજાબ, અસમ, કેરળ, ઉત્તરાખંડ અને ઝારખંડ જેવા કેટલાક રાજ્ય સામેલ છે.
બીજી તરફ 17 જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે, જે રાજ્યોમાં કોરોનાની ઝડપ વધુ છે. 17 જૂને પીએમ મોદી મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હી, ગુજરાત અને રાજસ્થાન સહિત અન્ય રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વાત કરશે. આ પહેલા પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કેટલીક વખત વીડિયો કોન્ફરન્સ કરી ચુક્યા છે.