PM Internship Scheme: હવે ઇન્ટર્નશિપ મળશે સરળતાથી, સરકારે લોન્ચ કરી PMIS એપ!
PM Internship Scheme: કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણે સોમવારે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના (PMIS) માટે એક ખાસ મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરી. આ એપ દ્વારા, વિદ્યાર્થીઓ હવે તેમના મોબાઇલ ફોનથી ઇન્ટર્નશિપ માટે અરજી કરી શકશે.
PMIS એપના ખાસ ફીચર્સ
- સાદો ઈન્ટરફેસ – સાફ ડિઝાઈન અને સરળ નેવિગેશન
- આધાર ફેસ ઓથેન્ટિકેશન – સરળ રજીસ્ટ્રેશન
- રિયલ-ટાઈમ અલર્ટ – નવી ઈન્ટર્નશિપની માહિતી
ઈન્ડસ્ટ્રી અને યુવાનોને થશે ફાયદો
નિર્મલા સીતારમણે જણાવ્યું કે આ યોજના ઈન્ડસ્ટ્રી અને ક્લાસરૂમ લર્નિંગ વચ્ચેનો અંતર દૂર કરશે. તેમણે કંપનીઓને આમાં સક્રિય ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યું, જેથી દેશમાં કુશળ વર્કફોર્સ ઊભી થઈ શકે.
PMIS યોજના – લક્ષ્યો અને પ્રગતિ
- જાહેરાત: બજેટ 2024-25માં કરવામાં આવી
- ઉદ્દેશ: આગામી 5 વર્ષમાં ટોપ 500 કંપનીઓમાં 1 કરોડ યુવાનો માટે ઈન્ટર્નશિપની તક
- શરૂઆત: ઓક્ટોબર 2024માં 1.25 લાખ ઈન્ટર્નશિપ લક્ષ્ય સાથે પાયલટ પ્રોજેક્ટ શરૂ
પાયલોટ પ્રોજેક્ટની સિદ્ધિઓ
પ્રથમ રાઉન્ડ (ઓક્ટોબર 2024):
- 280 કંપનીઓએ 745 જિલ્લાઓમાં 1.27 લાખ જગ્યા પોસ્ટ કરી
- 82,000 કરતા વધુ યુવાનોને ઈન્ટર્નશિપ ઓફર
બીજું રાઉન્ડ (જાન્યુઆરી 2025):
- 327 કંપનીઓએ 1.18 લાખ કરતા વધુ જગ્યા જાહેર કરી
- ઈન્ટર્નશિપ માટે અરજીની છેલ્લી તારીખ – માર્ચ 2025
હવે મોબાઈલથી જ કરો ઈન્ટર્નશિપ માટે અરજી!
સરકારની આ નવી એપ યુવાનો માટે ઇન્ટર્નશિપની તકોને સરળ અને સુલભ બનાવશે. રસ ધરાવતા ઉમેદવારો PMIS એપ ડાઉનલોડ કરીને ટૂંક સમયમાં અરજી કરી શકે છે!