વડા પ્રધાન મોદીએ ગઈકાલે રવિવારે ઉત્તર પ્રદેશના ગોરખપુર ખાતેથી કિસાન સન્માન નિધિ યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે વડા પ્રધાન મોદીના હસ્તે લાભાર્થીઓના ખાતામાં રૂપિયા 2,000નો પ્રથમ હપ્તો જમા થયો હતો. જોકે, તમામ શરતો પુરી કરવા છતાં જે ખેડૂતોના ખાતામાં પૈસા ન આવ્યા હોય તે ફરિયાદ નોંધાવી શકે છે. જાણો કેવી રીતે નોંધાવી ફરિયાદ
વડા પ્રધાને સ્કિમ લૉન્ચ કર્યા બાદ જણાવ્યું હતું કે લાભાર્થીઓની તમામ યાદી ગ્રામ પંચાયને ઉપલબ્ધ કરાવાશે. જે ખેડૂતો તમામ શરતો પુરી કરી અને લાભાર્થીની યાદીમાં સ્થાન ધરાવતા હોય અને તેમ છતાં તેમને પૈસા ન મળ્યા હોય તો તે આ યોજના મામલે જિલ્લા પંચાયતના અધિકારીનો અથવા બૉલ્ક ઑફિસરનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી શકે છે.
ખેડૂતોએ ફરિયાદ નોંધાવા માટે તલાટીનો સંપર્ત કરવાનો રહેશે. તલાટી તમારા જમીનના દાખલા અને તેને લગતી શરતો ચકાસીને તમને જણાવશે. જો તમે લાભાર્થી બની શકો છો અને છતાં પૈસા નથી મળ્યા તો જિલ્લા કૃષિ અધિકારીને લેખિત ફરિયાદ કરી અને ફરિયાદ નોંધાવી શકો છો.
વડા પ્રધાન મોદીની મહત્ત્તવાકાંક્ષી યોજના ‘કિસાન સન્માન નિધિ’ અંતર્ગત નાના અને સીમાંત ખેડૂતોને વર્ષે 6,000 રૂપિયા સરકાર તરફથી સહાય આપવામાં આવશે. આ સહાય દર વર્ષે ત્રણ હપ્તામાં ચુકવવામાં આવશે. આ યોજના સહિત 28 રાજ્ય અને એક કેન્દ્ર સાશિત પ્રદેશના ખેડૂતોનો સમાવેશ કરાશે. રવિવારે વડા પ્રધાન મોદીએ યોજનાનો પ્રથમ હપ્તો 1.2 કરોડ ખેડૂતોને જમા કરાવ્યો હતો.