વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દેશના વિદેશ પ્રવાસ બાદ તેઓ દિવંગત પૂર્વ કેન્દ્રીય પ્રધાન અરૂણ જેટલીના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. જ્યાં તેમણે જેટલીના પરિવારને શાંતવના આપી હતી.પીએમ મોદી બહેરીન પહોંચ્યા ત્યારે અરૂણ જેટલીનું નિધન થયુ હતુ. પીએમ મોદીએ જેટલીના પત્ની અને પુત્ર સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી.
જેટલીના પરિવારે પીએમ મોદીને પોતાનો વિદેશ પ્રવાસ રદ્દ ન કરવા અપીલ કરી હતી. પીએમ મોદીએ ટ્વિટ પર જેટલીને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જણાવ્યુ હતુ કે, એક પ્રખર નેતાએ દેશના વિકાસ માટે શ્રેષ્ઠ યોગદાન આપ્યુ. જેટલી બંધારણ અને ઇતિહાસના સારા જાણકાર હતા. આજે આપણે એક મહાન નેતાને ગુમાવ્યા છે.
અરૂણ જેટલીનું દિલ્હીની એઈમ્સમાં સારવાર દરમ્યાન નિધન થયુ હતુ. તેઓ છેલ્લા ઘણાં સમયથી એઈમ્સમાં સારવાર હેઠળ હતા. તેમની તબીયત અત્યંત નાજૂક હતી. જેથી તેમને એઈમ્સમાં સારવાર માટે ખસેડાયા હતા.. તેઓ શ્વાસની બીમારીથી પીડાઈ રહ્યા હતા. જેથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. જોકે, લાંબી બિમારી બાદ તેમણે દુનિયાને અલવિદા કહી દીધુ છે.