સ્વતંત્રતા દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. આજે PM મોદી ભારતીય ઇતિહાસમાં ચોથા સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા વડાપ્રધાન બની ગયા છે. PM મોદી આ પ્રકારનો રેકોર્ડ બનાવનાર પ્રથમ બિન-કોંગ્રેસી વડાપ્રધાન છે.તેમના પહેલા જે ત્રણ વડાપ્રધાન હતા તે બધા કોંગ્રેસ પક્ષ તરફથી હતા.
15 ઓગસ્ટે પણ PM મોદી બનાવશે વધુ એક રેકોર્ડ
જણાવી દઈએ છે કે પીએમ મોદી આ વર્ષે 15 ઓગસ્ટે જ્યારે લાલ કિલ્લા પરથી ઝંડો ફરકાવશે તો પણ વધુ એક રેકોર્ડ નોંધાવશે. 15 ઓગસ્ટે પીએમ મોદી સાતમી વખત લાલ કિલ્લા પરથી ભારતીય ઝંડો ફરકાવશે. તેની સાથે જ આમ કરનાર વડાપ્રધાનની યાદીમાં તેઓ ચોથા નંબર પર આવી જશે.
ઉલ્લેખનીય છે કે લાલ કિલ્લા પર સૌથી વધુ ઝંડો ફરકાવવાનો રેકોર્ડ દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહર લાલ નેહરૂના નામે છે. ત્યાર બાદ બીજા નંબર પર ઇન્દિરા ગાંધી આવે છે અને આ યાદીમાં ત્રીજા નંબર પર મનમોહન સિંહ આવે છે. નોંધનીય છે કે પંડિત નેહરૂએ સતત 17 વખત લાલ કિલ્લા પરથી ભારતીય ઝંડો ફરકાવ્યો હતો, જ્યારે ઇન્દિરા ગાંધીએ આવું 11 વખત કર્યુ હતું. જ્યારે મનમોહન સિંહે સતત 10 વખત લાલ કિલ્લા પરથી 10 વખત ભારતીય ઝંડો ફરકાવ્યો હતો.