વડા પ્રધાન મોદી રવિવારથી PM-KISAN યોજનાનો પ્રારંભ કરાવશે. આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર આજથી લાભાર્થી ખેડૂતોના ખાતામાં રૂપિયા 2,000 જમા કરાવશે. ગોરખપુર સ્થિત ફર્ટીલાઇઝર કૉર્પોરેશન ઑફ ઇન્ડિયાના મેદાનમાં એક વિશાળ જનમેદનની સંબોધી વડા પ્રધાન મોદી PM-KISANનો પ્રારંભ કરાવશે.
કાર્યક્રમ દરમિયાનવડા પ્રધાન ગોરખપુરથી વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી કેટલાક લાભાર્થીઓ સાથે વડા પ્રધાન વાતચીત કરશે. આ યોજનાના લાભાર્થીઓની પ્રથમ યાદી તૈયાર કરાઈ છે. સરકારે પ્રથમ યાદીમાં 1.2 કરોડ ખેડૂતોનો સમાવેશ થાય છે, જેમને પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રૂપિયા 2,000નો પહેલો હપ્તો મળશે.
અત્રે ઉલ્લેખનીય છે કે વચગાળાના બજેટ દરમિયાન વડા પ્રધાન મોદીની મહત્ત્તવાકાંક્ષી યોજનાને પ્રસ્તુત કરતા નાણા મંત્રી પિયૂશ ગોયલે જણાવ્યું હતું કે નાના અને સીમાંત ખેડૂતોને મદદ કરવા માટે પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરાશે. આ યોજના અંતર્ગત 2 હેક્ટર સુધીની જમીન ધરાવતા ખેડૂત પરિવારને વર્ષે રૂપિયા 6,000ની સહાયતા આપવામાં આવશે. આ સહાયતા રૂપિયા 2,000ના ત્રણ હપ્તામાં આપવામાં આવશે. આ યોજના નાણા મંત્રાલયની દેખરેખમાં કાર્યરત થશે.