વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં લોકડાઉન લાગુ થયા બાદ આજે એટલે કે રવિવારે સવારે 11 વાગ્યે, પ્રથમ વખત ‘મન કી બાત’ રજૂ કરશે. આ વખતે, PM મોદી #કોવિડ19 ને કારણે દેશ અને દુનિયાની હાલની પરિસ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરતા તે વિષય પર વાત કરશે.
વડા પ્રધાને ટ્વિટર પર ટ્વિટ કરી કર્યું હતું કે સવારે 11 વાગ્યે તેઓ મન કી બાત કરશે. આ કાર્યક્રમ ઓલ ઈન્ડિયા રેડિયો, ડીડી ન્યૂઝ અને નરેન્દ્ર મોદી એપ્લિકેશન પર જીવંત સાંભળી શકાય છે. હિન્દીમાં પ્રસારિત થયા પછી તરત જ, આકાશવાણી રેડીયો પરનો ‘મન કી બાત’ કાર્યક્રમ વિવિધ પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારિત કરવામાં આવશે.
તે જ સમયે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના લોકોને અપીલ કરી છે કે તેઓ કોરોના રોગચાળા સાથે સંકળાયેલા પગલામાં સરકારની મદદ કરવા આગળ આવે અને ખાસ રચાયેલા ભંડોળમાં સ્વેચ્છાએ યોગદાન આપે. મોદીએ શનિવારે (28 માર્ચ) એક ટ્વિટ દ્વારા આ અપીલ કરી હતી કે, ‘દેશભરના લોકોએ કોવિડ -19 સામેની લડતમાં સહકાર આપવાની ઇચ્છા વ્યક્ત કરી છે. આ ભાવનાને માન આપવા માટે ‘વડા પ્રધાન નાગરિક સહાયતા અને ઇમરજન્સી રાહત ભંડોળ’ એટલે કે ‘પીએમ કેયર્સ ફંડ’ ની રચના કરવામાં આવી છે. તે સ્વસ્થ ભારતના નિર્માણમાં ખૂબ અસરકારક સાબિત થશે. ‘