PM Modi Trump phone call: પીએમ મોદીએ ટ્રમ્પને સ્પષ્ટ કર્યો સંદેશ: “આતંકવાદ સામેની લડાઈમાં કોઈ સમાધાન નહીં, યુદ્ધવિરામ માટે કોઇ મધ્યસ્થી નથી”
PM Modi Trump phone call: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે (૧૮ જૂન, ૨૦૨૫) અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ૩૫ મિનિટ સુધી ફોન પર વાત કરી. સૂત્રોના જણાવ્યા અનુસાર, પીએમ મોદીએ સ્પષ્ટ કરી દીધું કે ભારત આતંકવાદ સામે કોઈપણ પ્રકારનું સમાધાન કરશે નહીં અને અમેરિકન વ્યાપાર સોદાના લોભમાં આવીને પોતાનું રણનીતિક વલણ બદલશે નહીં.
વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું કે પીએમ મોદીએ ટૂંક સમયમાં પેલગામ હુમલાના જવાબમાં શરૂ થયેલ “ઓપરેશન સિંદૂર”નો ઉલ્લેખ કરતા કહ્યું કે ભારતે આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે અને જો પાકિસ્તાન તરફથી ગોળીબાર થશે તો ભારત પણ તીવ્ર પ્રતિસાદ આપશે.
ટ્રમ્પના યુદ્ધવિરામના દાવા પર ભારતની સ્પષ્ટતા
અહેવાલ મુજબ, અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે અગાઉ દાવો કર્યો હતો કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યૂદ્ધવિરામમાં તેમણે મધ્યસ્થી કરી છે. આ દાવા પર પ્રતિક્રિયા આપતા પીએમ મોદીએ જણાવ્યું કે ૭ થી ૧૦ મે વચ્ચે અમેરિકા સાથે કોઈપણ વ્યાપાર સોદાની ચર્ચા થઈ નથી, ન તો યુદ્ધવિરામ માટે કોઇ સ્તરે અમેરિકાની ભૂમિકા રહી છે.
ટ્રમ્પનું આમંત્રણ, પીએમ મોદીની આગળની મુલાકાત
સમિતિ દરમિયાન પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચે મુલાકાત થવાની હતી, પરંતુ ટ્રમ્પ સમય પહેલા પરત ફરી ગયા, જેને કારણે મુલાકાત શક્ય બની નહોતી. ટ્રમ્પે હવે પીએમ મોદીને અમેરિકા આવવાનું આમંત્રણ આપ્યું છે. બીજી તરફ, પીએમ મોદી G-7 સમિટના અંતે ક્રોએશિયાનો નિર્ધારિત પ્રવાસ પણ કરશે.