વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી દિવસ માટે રશિયાની મુલાકાતે રવાના થશે. પીએમ મોદી રશિયામાં આયોજિત ઈસ્ટ ઈકોનોમિક ફોરમમાં ભાગ લેશે. આ ઉપરાંત તો પાંચમી નવેમ્બરે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે પણ મુલાકાત કરશે. રશિયાની યાત્રા દરમ્યાન ભારત અને રશિયા વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાશે.

જેમા તેલ અને ગેસ અંગે મહત્વની સમજૂતિ થવાની છે. વિદેશ સચિવ વિજય ગોખલેએ પીએમ મોદીની રશિયા યાત્રા અંગે જણાવ્યુ હતુ કે, પીએમ મોદીની યાત્રા દરમ્યાન ચેન્નાઈને વ્લાદિવોસ્તોક સાથે જોડવા માટે પણ વાતચીત થઈ શકે છે. આ સાથે પીએમ મોદી પુતિન સાથે 20મી વાર્ષિક દ્વિપક્ષીય શિખર બેઠક પણ કરશે. જેમા અનેક મહત્વની સમજૂતિ થવાની છે.