વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ભૂટાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, નેપાળ અને માલદીવના મોટા નેતાઓ સાથે ટેલિફોન પર વાત કરી અને તેમને નવા વર્ષની શુભકામનાઓ આપી. ‘પડોશી પ્રથમ’ ની નીતિ અંતર્ગત ક્ષેત્રીય શાંતિ અને સુરક્ષા પ્રતિ ભારતની પ્રર્તિબદ્ધતા દર્શાવી. પીએમએ પાકિસ્તાન અને ચીનના નેતાઓ સાથે વાત કરી હોય એવી કોઇ પુષ્ટિ થઈ શકી નથી.
પીએમ મોદીએ ભૂટાનના કિંગ જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુક, બાંગ્લાદેશનાં પીએમ શેખ હસીના, શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે અને નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલી સાથે વાત કરી. સાથે-સાથે ભૂટાજના તેમના સમકક્ષ લ્યોનચેન લોટે ત્શેરિંગ, શ્રીલંકાઇ પીએમ મહિંદ્રા રાજપક્ષે અને માલદીવના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહને પણ નવા વર્ષની શુભકામનાઓ આપી.
પીએમઓએ એક નિવેદનમાં કહ્યું કે, પીએમ મોદીએ પડોશી દેશોના ઉચ્ચ નેતાઓને નવા વર્ષની શુભકામનાઓ આપી. જેમાં કહેવામાં આવ્યું છે કે, મોદીએ ‘પડોશી પ્રથમ’ નીતિ પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા દર્શાવી. તેમણે ભારતના બધા જ સાથી મિત્રો અને સહયોગી દેશોની શાંતિ, સુરક્ષા, સમૃદ્ધિ અને પ્રગતિ પર ભાર આપ્યું.
આ વાતચીત દરમિયાન પીએમએ પીએમ હસીનાને અવામી લીગનાં આગામી ત્રણ વર્ષ માટે અધ્યક્ષ તરીકે પસંદ થવા બદલ અભિનંદન આપ્યાં. તેમણે ભારતમાં બાંગ્લાદેશના પૂર્વ રાજદૂર સૈયદ મુઅજ્જમ અલીના નિધન પર પણ શોક વ્યક્ત કર્યો. પીએમઓએ કહ્યું કે, મોદીએ કહ્યું કે, આગામી બંગબંધુની જયંયી અને બાંગ્લાદેશની આઝાદી અને બંને દેશો વચ્ચે સ્થાપિત દ્રિપક્ષીય રાજનયિક સંબંદ્ધોની 50 મી વર્ષગાંઠ ભારત અને બાંગ્લાદેશ નજીકના સંબંધોની પ્રગતિમાં મીલના પત્થર તરીકે સાબિત થશે
ભૂટાનના કિંગ સાથેની વાતચીતમાં મોદીએ ગત વર્ષની ઉપલબ્ધિઓને યાદ કરી અને ત્યાંના લોકો પાસેથી મળેલા પ્રેમને યાદ કર્યો. તેમણે કિંગના ભારત પ્રવાસનો પણ ઉલ્લેખ કર્યો. ગોટાબાયા રાજપક્ષે સાથે વાતચીતમાં મોદીએ કહ્યું કે 2020 માં બંને દેશો સાથે મળીને કામ કરશે અને મિત્રતાને આગળ વધારશે. ઓલીએ અભિનંદન આપતાં તેમણે 2019 માં બંને દેશોના સંબંધિમાં પ્રગતિ અને ઘણી પરિયોજનાઓ પૂરી થવા પર સંતોષ વ્યક્ત કર્યો.
પીએમએ વાતચીતમાં મોતીહારી-અંલેખગંજ પેટ્રોલિયમ પ્રોડક્ટ પાઇપલાઇનના રેકોર્ડ સમયમાં પૂરા કરવાનો પણ ઉલ્લેખ કર્યો. બંને નેતા બિરાટનગરમાં એકીકૃત ચેક પોસ્ટ અને વીડિયો કૉન્ફ્રેસિંગ દ્વારા નેપાળમાં આવાસ નિર્માણ પરિયોજનાનું જલદી ઉદ્ઘાટન કરવા સહમત થયા. પીએમએ માલદીવના રાષ્ટ્રપતિ સોલિહ અને રણનીતિક રૂપે મહત્વપૂર્ણ હિંદ મહાસાગરના આ દ્વ્રીપના લોકોને 2020 ની શુભકામનાઓ આપી.
શ્રીલંકાએ કહ્યું: મજબૂત થશે બંને દેશોના સંબંધો
શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાજપક્ષેએ પીએમની શુભકામનાઓનો જવાબ આપતાં કહ્યું કે, બંને દેશો વચ્ચેના મિત્રતા સંબંધો 2020 માં વધારે મજબૂત થશે. બંને દેશોએ આ દિશામાં સાથે મળીને કામ કરવા અંગે પ્રતિબદ્ધતા દર્શાવી.
માલદીવના વિકાસ માટે કરશે કામ
વડાપ્રધાન મોદીએ માલદીવના રાષ્ટ્રપતિને શુભકામનાઓ આપતાં આશા વ્યક્ત કરી કે માલદીવના લોકોની વિકાસની દિશામાં થઈ રહેલા પ્રયત્નો સફળ થશે. રાષ્ટ્રપતિ સોલિહે કહ્યું કે આ બંને દેશો વચ્ચે સંબંધોને વધારે ગાઢ કરવા અને હાલના દ્વિપક્ષીય સહયોગ અને નવી ઊંચાઈ પર લઈ જવા અને સહયોગ માટે નવાં ક્ષેત્રો શોધવા માટે કામ કરવાની જરૂર છે.
વડાપ્રધાન ઓલીએ પીએમ મોદીને આપી શુભકામનાઓ
નેપાળના વડાપ્રધાન કે પી શર્મા ઓલીએ બુધવારે ભારતના પીએમ નરેન્દ્ર મોદીને ફોન કરી નવા વર્ષ 2020 ની શુભકામનાઓ આપી. પીએમ ઓલીએ ટ્વીટ કરી ભારતના પીએમ મોદી સાથે બુધવારે ફોન વાર્તા કરવાની માહિતી આપી.
તેમણે પોતાની વાતચીતમાં વર્ષ 2019 માં બંને દેશોના આપસી સંબંધો નવા મુકામે પહોંચાડવામાં સફલ થવાનાં અભિનંદન આપવાની સાથે વર્ષ 2020 માં બંને દેશોના સંબંધોને નવી ઊંચાઇઓ સુધી લઈ જવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. પીએમ ઓલીએ પીએમ મોદીને નેપાળ આવવાનું આમંત્રણ પણ આપ્યું.
પીએમ મોદીએ પૂરી કારી ટ્વિટર યૂઝરની માંગણી
આ સાથે જ આજે પીએમ મોદીએ ટ્વિટર પર એક યૂઝરને પણ જવાબ આપ્યો. એક યૂઝરે નવા વર્ષે પોતાને ફોલો કરવાની માંગણી કરી હતી. પીએમએ યૂઝાર અંકિત દૂબેની માંગણી પૂરી કરી તેને નવા વર્ષની શુભકામનાઓ પણ આપી