કોરોનાના કહોરને લીધે બાંગ્લાદેશે પણ શેખ મુજીબ ઉર રહેમાનની જયંતિનો શતાબ્દી સમારંભ રદ્દ કરી દીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સમારંભના મુખ્ય વકતા અને એવામાં તેમનો બાંગ્લાદેશ પ્રવાસ રદ્દ થઇ ગયો છે.
આ સપ્તાહે બાંગ્લાદેશી સંસદના સ્પીકર શિરીન શરમિન ચૌધરીએ પોતાનો ભારત પ્રવાસ કરી દીધો. તેઓ લોકસભા સ્પીકર ઓમ બિરલાના નિમંત્રણ પર 18 સભ્યના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરવાના હતા.
આ અંગે ચૌધરીએ કહ્યું કે અમે આ ઇવેન્ટરને ફરીથી ડિઝાઇન કરી છે. આખું વર્ષ આ કાર્યકામ ચાલતો રહેશે પરંતુ હાલ લોકોએ ભીડથી બચવાનું છે. વર્ષ દરમ્યાન અમે કાર્યક્રમ કરીશું અને વિદેશથી આવનાર દિગ્ગજ હસતીઓ તેમાં સામેલ થઇ શકે છે. સાથો સાથ કહ્યું કે કોવિડ-19 સાથે જોડાયેલ સ્વાસ્થ્ય ઘટનાઓને જોતા આ જન્મ શતાબ્દી સમારંભનો હાલ દાયરો ઘટાડી દેવાયો છે. બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના કોઇપણ પ્રકારની જાહેર સભાના સમારંભ વગર ઉદ્ઘાટન કરશે.