લોકડાઉનની કાયદા વ્યવસ્થાને જાણવવા માટે તમામ પોલીસ જવાનોને બંદોબસ્તમાં ગોઠવી દેવામાં આવ્યા છે. આઈપીએસ શમશેર સિંહએ પોતાના શોસિયલ મીડિયામાં અકાઉન્ટમાં એક પોસ્ટ શેર કરી છે જેમાં પોતાની ફરજ પર હાજર એક પોલીસ જવાન બંદોબસ્ત સ્થળે જ સુતો નજરે ચઢે છે. આ ફોટો વાયરલ થયા બાદ ગુજરાતના લોકોના પોલીસ પ્રત્યે વિચાર બદલી રહ્યા છે કે, પોલીસ આમ આદમીની સુરક્ષા માટે જ હોય છે.
દેશભરમાં કોરોના વાયરસના વઘતા ખતરા સામે પીએમ મોદીએ 21 દિવસનું લોકડાઉન જાહેર કરાયું છે અને લોકોને ઘરે રહેવા માટેની અપીલ પણ કરવામાં આવી છે. તેમ છતાં ઘણા લોકો બહાના બનાવીને ઘરની બહાર લટાર મારવા માટે નીકળી રહ્યા છે. તેવા લોકો સામે પોલીસ કડક કાર્યવાહી પણ કરી રહી છે. ત્યારે ગુજરાતના આઈપીએસ શમશેર સિંહએ પોલીસને સાથ અને સહકાર આપવા માટે અપીલ કરી છે અને પોતાના ઈનસ્ટાગ્રામ અકાઉન્ટમાં એક પોસ્ટ પણ શેર કરી છે જેમાં સાફ જોવા મળી રહ્યું છે એક પોલીસ કર્મી લોકોની સેવા કરીને થાકી ગયો છે અને તે ઘરે જવાના બદલે હાજર બંદોબસ્તના સ્થળે જ જમીન પર સુતો નજરે ચઢે છે. જેથી ગુજરાતના લોકોના પોલીસ પ્રત્યે વિચાર બદલી રહ્યા છે કે, પોલીસ આમ આદમીની સુરક્ષા માટે જ હોય છે.