બાર્ડની પરિક્ષાને ધ્યાનમાં રાખી આજથી તમામ ચાર રસ્તા પર ટ્રાફિક પોલીસ વિદ્યાર્થી કે તેના પરિવારજનોને ટ્રાફિક જામની મુશ્કેલી ન ઉભી થાય તે માટે મદદરુપ બનશે. જો કે, વધુ ટ્રાફિક હોવાના કારણે 100 નંબર ડાયલ કરી શકાશે જેથી પીસીઆર વાન વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડશે.
પોલીસ કમિશનર આર.બી.બહ્રભટ્ટે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચે માટે ટ્રાફિકને લઇ અડચણ ન થાય તેના માટે સૂચના આપી છે. વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્રમાં પહોંચવા માં ટ્રાફિકને લઇ સમસ્યા હોય તો 100 નંબર હેલ્પ માંગી શકે છે. પોલીસ પરીક્ષા કેન્દ્ર પહોંચાડશે.
દરેક પરીક્ષા કેન્દ્રો, સ્ટ્રોંગ રૂમ તેમજ ઝોનલ સેન્ટરો પર પોલીસ તૈનાત કરાયા છે. પરીક્ષા કેન્દ્રોની આસપાસમાં આવેલી ઝેરોક્ષની દુકાનો પરીક્ષાના સમયે બંધ રાખવા માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. તેની સાથે-સાથે પરીક્ષા કેન્દ્રો નજીક લાઉડ સ્પીકર વગાડવા પર પણ પ્રતિબંધ મૂકાયો છે.
17.35 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
રાજ્યમાં આજથી ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે કુલ 17 લાખ 53 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષા માટે 137 ઝોનમાં 1,587 કેન્દ્રો તૈયાર કરવામાં આવ્યા છે. ત્યારે ખાસ કરીને પરીક્ષા આપનારા જેલના કેદીઓ માટે પણ અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે.