માર્ચ મહિનામાં કોરોનાના કારણે લોકડાઉન લાગ્યા બાદ દેશની હવા શુદ્ધ થઈ રહી હતી. એર ક્વોલિટિ ઈન્ડેક્સમાં સતત સુધારો જોવા મળી રહ્યો હતો. આ દરમિયાન માર્ગો પર ના તો વાહન હતા કે ના તો ફેક્ટરીઓ શરૂ હતી. તેનો ફાયદો દેશના પર્યાવરણને મળ્યો.
પરંતુ લોકડાઉન ખુલ્યા બાદ ફરીથી સ્થિતિ પહેલા જેવા થવા જઈ રહી છે. દિલ્હીની વાત કરવામાં આવે તો તેનાથી ઘણાં વિસ્તાર ફરીથી પ્રદુષણની ચપેટમાં આવી ચુક્યા છે. અહીંના એર ક્વોલિટી ઈન્ડેક્સની વાત કરીએ તો આ જગ્યાએ પ્રદુષણ સ્તર ઘણું જ વધારે છે.
દિલ્હીના વિસ્તારોમાં એર ક્વોલિટિ ઈન્ડેક્સ જોવામાં આવે તો સોમવારે પૂસા રોડ, પહાડગંજના મધર ડેરી, સરસ્વતી કોલેજ દિલ્હી, પીજીડીએવી કોલેજ, સોનિયા વિહાર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના વિસ્તારોમાં હવાની ગુણવત્તા 100 થી 150 વચ્ચે છે. જે સ્તર સંવેદનશીલ હોવાનું પ્રમાણ આપે છે.