પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની તબિયત પહેલા કરતા વધારે બગડી ગઈ છે. દિલ્હી સ્થિત સેના હોસ્પિટલે બુધવારે આની જાણકારી આપી. પ્રણવ મુખર્જીના ફેફસામાં ઈન્ફેક્શનની ફરિયાદ છે. તેમને વેન્ટિલેટર સપોર્ટ પર સારવાર ચાલી રહી છે. ડૉક્ટરોની એક ટીમ તેમની દેખરેખ રાખી રહી છે.
પ્રણવ મુખર્જીની દિલ્હી સ્થિત સેના હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. છેલ્લા કેટલાય દિવસોથી તેમની તબિયત ગંભીર બની ગઈ છે. મંગળવારે સેનાના રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલે કહ્યુ હતુ કે પ્રણવ મુખર્જીની તબિયતમાં કોઈ પરિવર્તન નથી. જોકે ડૉક્ટરોએ એ પણ કહ્યુ હતુ કે તેમના મહત્વપૂર્ણ પેરામીટર સ્થિર છે.