દૂરદર્શનના એક અધિકારીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો લાઈવ ભાષણને રોકવું ભારે પડી ગયુ છે. પ્રસાર ભારતીએ ચેન્નઈ દૂરદર્શન કેન્દ્રના અધિકારીને અનુશાસનાત્મક કાર્યવાહીના હવાલા આપતા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
ચેન્નાઈ દૂરદર્શન કેન્દ્રના સહાયક નિયામક આર વસુમતિએ કથિત રીતે આઈઆઈટી મદ્રાસમાં પીએમ મોદીના કાર્યક્રમમાં આપેલા ભાષણનું પ્રસારણ રોકી દીધું હતું. ઈન્ડિયા ટુડેના રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી જણાવવામાં આવ્યુ છે કે, વરિષ્ઠ અધિકારીઓએ ડીડી પોડિગઈ ટીવી પર પીએમ મોદીના ભાષણના પ્રસારણની પરવાનગી આપવામાં આવી હતી. જ્યારે આર વસુમતિએ આ ભાષણનું પ્રસારણ રોકી દીધું હતુ.
પ્રસાર ભારતી તરફથી બહાર પાડેલા પત્રમાં સહાયક નિયામક આર. વસુમતિને સિવિલ સર્વિસ નિયમ 1965 અંતર્ગત તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યુ છે. જોકે, પ્રસાર ભારતી તરફથી વસુમતિને સસ્પેન્ડ પાછળના કારણોની સ્પષ્ટ રીતે જાણકારી આપવામાં નથી આવી. પત્રમાં માત્ર અનુશાસનાત્મક કાર્યવાહીની વાત કરવામાં આવી છે.
આ પત્ર 1 ઓક્ટોબર 2019ના રોજ જાહેર કરવામાં આવ્યો. પત્ર પર પ્રસાર ભારતીના મુખ્ય કાર્યકારી અધિકારી શશિ શેખર વેમપતિની સહી છે. સમાચાર અનુસાર પ્રસાર ભારતીના એક અધિકારીએ જણાવ્યુ કે, આદેશ હોવા છતા પણ સહાયક નિયામક વાસુમતિએ હૈકાથોનના એક ભાગનું પ્રસારણ ના કરવાનું નિર્ણય કર્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ આ જાણી જોઈને લેવામાં આવેલું પગલું દેખાઈ રહ્યુ છે.
આ પત્રની કોપી સહાયક નિયામક આર. વસુમતિ, દૂરદર્શન કેન્દ્ર ચેન્નઈ અને દૂરદર્શનના ડાયરેક્ટર જનરલને પણ મોકલવામાં આવી છે. સૂત્રો અનુસાર, આ ઘટના પહેલા સહાયક નિયામકે પોતાના વરિષ્ઠ અધિકારીઓને ઈ-મેલ દ્વારા પણ પૂછવામાં આવ્યુ હતુ કે, શું આ કાર્યક્રમનો લાઈવ પ્રસારણ થવું જોઈએ. તેના જવાબમાં જણાવવામાં આવ્યુ હતુ કે, સ્પષ્ટપણે લાઈવ પ્રસારણ કરવામાં આવે.
જણાવી દઈએ કે, પીએમ મોદીએ 30 સપ્ટેમ્બરે આઈઆઈટી મદ્રાસ ખાતે પદવી સમારોહ કાર્યક્રમમાં પોતાનું ભાષણ આપ્યુ હતુ. નરેન્દ્ર મોદીએ ત્યાં સિંગાપુર-ઈન્ડિયા હૈકાથોનના વિજેતાઓને પુરસ્કાર વિતરણ કાર્યક્રમમાં પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં પીએમ મોદીએ આસિયાન દેશો માટે હૈકાથોન શરૂ કરવાનો પ્રસ્તાવ રાખ્યો હતો.