જમ્મૂ-કાશ્મીરમાં આજરોજથી રાષ્ટ્રપતિ શાસન લાગુ થઇ ગયું છે. રાજ્યપાલના રિપોર્ટ પર કેન્દ્ર સરકારે સોમવારે જ રાષ્ટ્રપતિ શાસનની મંજૂરી આપી દીધી હતી. હવે તેના પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મહોર લાગવાની બાકી છે. એવુ અનુમાન લગાવામાં આવી રહ્યું છે બુધવારે કોઇપણ સમયથી જમ્મૂ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવામાં આવશે. આ અગાઉ 1990થી ઓક્ટોબર 1996 સુધી જમ્મૂ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન રહ્યું હતું.
જમ્મૂ-કાશ્મીરમાં ભાજપ-પીડીપી ગઠબંધન તૂટયા બાદ મુખ્યમંત્રી મહેબૂબા મુફતીએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધુ હતુ. ત્યારબાદ તો કોઇ પણ પક્ષે સરકાર બનાવવા ગઠબંધન કરવા તૈયાર નહોતું. આ સમયે રાજ્યમાં રાજ્યપાલશાસન લાગુ કરી દેવામાં આવ્યું હતું. આમ હવે રાજ્યપાલ શાસન પુરુ થતા રાષ્ટ્રપતિ શાસન લગાવા માટે કેન્દ્ર સરકારની કેબિનેટે મંજૂરી આપી દીધી છે. રાષ્ટ્રપતિ શાસન લાગૂ થઇ ગયા બાદ રાજ્યપાલના બધા નિર્ણય સંસદ પાસે જતા રહેશે. જમ્મૂ-કાશ્મીરનું બજેટ પણ સંસદ દ્વારા નક્કી કરવામાં આવશે. એવી આશા રાખવામાં આવે છે કે રાજ્યપાલ શાસન દરમિયાન 89 હજાર કરોડ રૂપિયાનું બજેટ પાસ કરી દેવામાં આવ્યું હતું