ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ દ્વારા ઉત્તર ગુજરાત વીજ કંપની(UGVCL) તથા ટોરેન્ટ પાવર લિમિટેડ(અમદાવાદ-ગાંધીનગર વિસ્તાર) ટેરિફ પિટીશનો પર આદેશ જારી કર્યા છે. આ આદેશ મુજબ ટોરેન્ટ પાવર લિમિટેડ(અમદાવાદ-ગાંધીનગર)ના દર મહિને 51 યુનિટથી 200 યુનિટના વીજ વપરાશના સ્લેબના એનર્જી ચાર્જમાં પાંચ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે 200 યુનિટથી વધારે વપરાશ કરતા રહેણાંકવાળા ગ્રાહકો સહિત બાકીના તમામ ગ્રાહકો માટે એનર્જી ચાર્જમાં પ્રતિ યુનિટ 10 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. અગાઉના વર્ષોની બાકી રહેલી ખાધને અનુલક્ષીને ટોરેન્ટ પાવર લિમિટેડના વીજ દરોમાં ફેરફાર કરવો જરૂરી બન્યો છે. જ્યારે UGVCLના ગ્રાહકો માટેના વીજ દરમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. ટોરેન્ટ પાવર લિમિટેડ(અમદાવાદ-ગાંધીનગર) માટે નાણાંકીય વર્ષ 2020-21 માટે માન્ય વીજ ખરીદીનો ખર્ચ પ્રતિ યુનિટ 4.77 અને બેઝ FPPPA ચાર્જ 1.82 પ્રતિ યુનિટ મંજૂર કરેલ છે. જ્યારે વર્ષ 2021-22 માટે વીજ ખરીદી ખર્ચ 4.85 પ્રતિ યુનિટ મંજૂર કર્યો છે. તેમજ બેઝ FPPPA ચાર્જ 1.82 પ્રતિ યુનિટ ચાલુ રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત FPPPAની વસૂલાત માટેની મહત્તમ મર્યાદા રૂ.2.11 પ્રતિ યુનિટ યથાવત રાખ્યો છે.
