અયોધ્યામાં એક મંદિરમાં મહંતે એક મહિલા ભાવિકને બંધક બનાવીને તેના પર રેપ કર્યો હોવાના આક્ષેપો લાગ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. મંગળવારે પોલીસે આ ઘટનામાં ફરિયાદ નોંધીને મહંતની ધરપકડ કરી છે. મહિલાએ પોલીસને જણાવ્યુ હતુ કે 30 વર્ષની મહિલા 24 ડિસેમ્બરે વારાણસીથી મંદિરમાં આવી હતી.
મંદિરના મહંત કૃષ્ણકાંતાચાર્યે મહિલાને મંદિરમાં રોકાવા માટે પ્રસ્તાવ આપ્યો હતો. જ્યાં તેમણે મહિલાને બંધક બનાવીને તેના પર વારંવાર રેપ કર્યો હતો. પોલીસે કહ્યું છે કે મહિલાના મેડિકલ ચેક અપ બાદ તેને ઘરે મોકલી દેવામાં આવી છે.