કેન્દ્ર સરકારે ખાનગી લેબોરેટરીઓને કોરોના વાઇરસના શંકાસ્પદ કેસોમાં સેમ્પલ ટેસ્ટિંગ કરવાની મંજૂરી આપી દીધી છે. ભારતમાં યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા મંજૂર કરાયેલ ટેસ્ટિંગ કિટ દ્વારા ખાનગી લેબોરેટરીઓ કોરોનાના ટેસ્ટ કરી શકશે. સરકારના આ નિર્ણયથી દેશમાં કોરોના સેમ્પલના ટેસ્ટિંગમાં ઝડપ આવશે.
આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિર્દેશમાં જણાવવામાં આવ્યું છે કે સરકારની માર્ગર્દિશકાનું ઉલ્લંઘન કરનાર સામે કાયદાકીય કાર્યવાહી કરાશે. સરકારે એમ પણ જણાવ્યું હતું કે, આઇસીએમઆર રાષ્ટ્રીય જાહેર આરોગ્ય કટોકટીની આજની સ્થિતિમાં પ્રાઇવેટ લેબોરેટરીને વિનામૂલ્યે ટેસ્ટિંગ કરવાના આદેશ જારી કરી શકે છે.
સરકાર સમયાંતરે માર્ગર્દિશકામાં સુધારા કરી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે સરકારે હવે કોરોના ટેસ્ટિંગનો વ્યાપ વધારતાં દેશની તમામ હોસ્પિટલોને ન્યુમોનિયાના તમામ દર્દીઓના કોરોના ટેસ્ટ કરવાના આદેશ આપ્યા છે. અત્યાર સુધી વિદેશપ્રવાસ કરનાર અને કોરોનાના શંકાસ્પદ લક્ષણ ધરાવતા વ્યકિતઓના જ કોરોના ટેસ્ટ કરાતા હતા.