મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે, બેંક ઓફ મહારાષ્ટ્ર, ઈન્ડિયન ઓવરસીઝ બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા અને બેંક ઓફ ઈન્ડિયાનું પ્રાઈવેટાઈજેશન થવા જઈ રહ્યું છે.1 ફેબ્રુઆરીના રોજ રજૂ થયેલા બજેટમાં બેંકોના ખાનગીકરણની જાહેરાત કરી હતી. પરંતુ નાણાકીય વર્ષ 2021-22માં બે સરકારી બેંકોનું પ્રાઈવેટાઈજેશનનો પ્લાન છે. મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવી રહ્યું છે કે પ્રાઈવેટાઈજેશનની લિસ્ટમાં ઈન્ડિયન ઓવરસીઝ બેંક, બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ મહારાષ્ટ્ર, સેન્ટ્રલ બેંકના નામની ચર્ચા છે. જો કે, હજુ સુધી તેને લઈને કોઈ નિર્ણય થયો નથી.4 બેંકોમાંથી 2નું ખાનગીકરણ નાણાકીય વર્ષ 2021-22માં થવાની છે. બેંકીંગ સેક્ટરમાં સરકાર ખાનગીકરણના પહેલા ચરણ હેઠળ મીડ સાઈઝ અને નાની બેંકોમાં ભાગીદારી વેચચવા ઉપર વિચાર કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આવનારા વર્ષોમાં સરકાર દેશની મોટી બેંકો ઉપર પણ ખેલ રમી શકે છે.
વીએમ પોર્ટફોલિયોના રિસર્ચ હેડ વિવેક મિત્તલએ જણાવ્યું હતું કે સરકાર દેશમાં માત્ર 5 બેંક રાખવા માગે છે. અન્ય બેંકોને તો મર્જર થશે અથવા તેને પ્રાઈવેટ કરી દેવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે, સરકાર આ બેંકોને આપસમાં મર્જર કરાવશે. જેનું એક્સપોઝર સમગ્ર દેશમાં હશે.બેંકોના ખાનગીકરણનો વિરોધ કરી રહેલા બેંકકર્મીઓએ વિતેલા દિવસોમાં બે દિવસ સુધી હડતાળ કરી હતી. બેંકકર્મિઓ ઉપર સંભાવિત અસરની વચ્ચે ગ્રાહકોની વચ્ચે સંશયનો માહોલ છે. જો કે, એક્સપર્ટ્સનું કહેવું છે કે સરકારી બેંકોને પ્રાઈવેટ કરવાથી ગ્રહાકોને ખાસ કોઈ અસર નહીં પડે. બેંકોની સર્વિસ પહેલાની જેમ ચાલુ રહેશે.ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે ગુરૂવારે કહ્યું હતું કે, અમે સાર્વજનિક ક્ષેત્રમાં બેંકોના ખાનગીકરણને લઈને સરકાર સાથે ચર્ચા કરી રહ્યાં છે. અને પ્રક્રિયાને આગળ વધારવામાં આવી રહી છે. તેણે તે પણ કહ્યું કે, બેંકોની નાણાકીય સ્વાસ્થ્યમાં સુધારો અમારી પ્રાથમિકતા છે. આરબીઆઈની કિંમત અને નાણાકીય સ્થિરતા બનાવી રાખવા માટે અર્થવ્યવસ્થામાં પુનરૂદ્ધાર માટે પોતાના તમામ નીતિગત ઉપાયોનો ઉપયોગને લઈને પ્રતિબદ્ધ છે.