PUBG ગેમની લતના કારણે દુર્ઘટનાઓની ખબરો દિવસે ને દિવસે વધી રહી છે. તાજી ઘટના બની છે મધ્યપ્રદેશમાં. અહીંનો એક યુવક પબ્જી રમવામાં એટલો મશગૂલ હતો કે, પાણીની જગ્યાએ એસિડ પી ગયો. સમય મળતા તેનો પરિવાર છોકરાને લઈ હોસ્પિટલે પહોચ્યો અને છોકરાનો જીવ બચી ગયો. જોકે જે પરિણામ આવ્યું છે તે સાંભળી કોઈ પણ યુવક પબ્જી ગેમ રમવાનું છોડી દેશે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે યુવક મૂળ, છિંદવાડાનો છે અને ભોપાલમાં રહે છે. હાલ તો તેની હાલત ખતરાથી બહાર છે. યુવકનો ઈલાજ કરનારા ડૉક્ટર મનન ગોગિયાએ જણાવ્યું કે 25 વર્ષનો યુવક ઘરના આંગણામાં પબ્જી રમી રહ્યો હતો. એ ગેમમાં એટલો મશગુલ હતો કે પાણીની જગ્યાએ એસિડ પી ગયો.
જેના કારણે તેના આંતરડા સળગી ગયા. તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. ડૉક્ટર ગોગિયાએ જણાવ્યું કે, એસિડ પીવાના કારણે તેના પેટમાં અલ્સર થઈ ગયો અને આંતરડા એકબીજા સાથે ચોંટી ગયા. પીડિત યુવકને હાલ નાગપુરની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે. જ્યાં તેની હાલત ખતરાથી બહાર હોવાનું જાણવા મળ્યું છે. ડૉક્ટર મનન ગોગિયાએ જણાવ્યું કે, હેરાન કરનારી વાત તો એ છે કે, આ દુર્ઘટના બાદ પણ યુવકે કંઈ શીખ ન મેળવી અને ઈલાજ દરમિયાન પણ PUBG રમતો રહ્યો. તેને ગેમ રમવાની ખરાબ આદત પડી ગઈ છે. શિખામણ આપવા છતાં તે માન્યો નહીં.