પબજી ફેન્સ માટે સારા સમાચાર છે. પબજી પર બેન જલદી હટી શકે છે. હકીકતમાં પબજી મૂળ રૂપથી સાઉથ કોરિયન કંપની Blue Hole Studioની પ્રોડક્ટ છે.સરકારે પ્રતિબંધ કરેલી ચીની કંપની Tencent પાસેથી બ્લૂ હોલ સ્ટુડિયોએ પબજી મોબાઇલની ફ્રેન્ચાઇઝી પરત લઈ લીધી છે. આ રીતે ગેમ સંપૂર્ણ સાઉથ કોરિયન થઈ જશે. ત્યારબાદ સરકાર તેના પરથી પ્રતિબંધ હટાવી શકે છે.
બ્લૂ હોલ સ્ટૂડિયોએ એક બ્લોગપોસ્ટથી તે નક્કી થઈ ગયું છે કે કંપની ભારતમાં ગેમના ડિસ્ટ્રિબ્યૂશન માટે રિલાયન્સ જીયો સાથે વાત કરી રહ્યું છે. આ ડીલ હજુ શરૂઆતી તબક્કામાં છે અને અત્યાર સુધી કોઈ સત્તાવાર નિર્ણય આવ્યો નથી.
સૌથી પહેલા કંપની 59 ચીની એપ્સ પર બેન લગાવી ચુકી છે. તેમાં પોપ્યુલર શોર્ટ વીડિયો મેકિંગ એપ ટિકટોક સામેલ હતું. છેલ્લા ઘણા સમયથી ચીન અને ભારત વચ્ચે સરહદ પર તણાવની સ્થિતિ બનેલી છે. આ કારણે સરકારે એપ્સ પર પ્રતિબંધ કરવાનો નિર્ણય લીધો છે.