જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં આઇઇડી બ્લાસ્ટમાં શહીદ થયેલા થયેલા મેજર ચિત્રેશસિંહ બિષ્ટની સંપૂર્ણ લશ્કરી સન્માન સાથે અંતિમવિધિ કરવામાં આવી. સેનાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા મેજર ચિત્રેશસિંહને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. 31 વર્ષના મેજર ચિત્રેશસિંહ આતંકીઓએ પ્લાન્ટ કરેલા આઇઇડી બોમ્બને ડિફ્યુઝ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે બ્લાસ્ટ થતાં તેઓ શહીદ થયા.
નૌશેરા સેક્ટરમાં એલઓસીથી લગભગ દોઢ કિલોમિટર અંદર આ બ્લાસ્ટ થયો. મહત્વનું છે કે મેજર ચિત્રેશસિંહ બિષ્ટના 7 માર્ચે લગ્ન થવાના હતા. મેજર ચિત્રેશસિંહ દહેરાદુનના વતની હતા અને તેમના પિતા પણ ઉત્તરાખંડ પોલીસમાં ઈન્સ્પેક્ટર હતા.
પિતા પુત્ર ચિત્રેશસિંહના લગ્નની કંકોત્રીઓ સગાસંબંધીઓને વહેંચી રહ્યા હતા તે દરમ્યાન જ પુત્ર શહીદ થયાના સમાચાર મળતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે.