ગુરુગ્રંથ સાહિબનું અપમાન અને ત્યાર બાદ 2015માં પ્રદર્શનકારી થયેલા ફાયરીંગ પ્રકરણોની તપાસ કરી રહેલી પંજાબ પોલીસની સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ(SIT) દ્વારા ફિલ્મ અભિનેતા અક્ષય કુમારની તપાસ કરવામાં આવી રહી છે. SIT સમક્ષ જવાબ રજૂ કરવા અક્ષય પંજાબ પહોંચી ગયો છે. SIT હવે તેનો જવાબ નોંધી રહી છે. અક્ષય પર આરોપ છે કે વિવાદાસ્પદ ડેરા સચ્ચા સૌદાના ગુરુ ગુરમીત રામ રહીમ અને પંજાબના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુખબીરસિંહ બાદલ વચ્ચે સેટીંક કરવા માટે મધ્યસ્થી કરી હતી. અક્ષય કુમારે માંગ કરી હતી કે SITના અધિકારીઓને અમૃતસરના બદલે ચંડીગઢમાં મળવાની મંજુરી આપવામાં આવે, પણ તેની માંગ ફગાવી દેવામાં આવી છે.
SIT દ્વારા અક્ષય કુમાર અને સુખબીરસિંહ બાદલ તેમજ ડેરા ગુરુ વચ્ચે સૌદો કરવા અંગે પૂછપરછ કરવામાં આવશે. આ સેટીંગ ડેરા ગુરુની ફિલ્મની રિલીઝ પૂર્વે થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. ડેરા ગુરુને બળાત્કારના કેસમાં 20 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. અક્ષય કુમારે આવા કોઈ પણ સેટીંગ અને સૌદો થયો હોવાની વાતનો ઈન્કાર કર્યો છે.
સુખબીરસિંહ બાદલે કહ્યું હતું કે અક્ષય કુમાર સાથે કદી પણ મળ્યા નથી. ક્યારેય પણ પંજાબની બહાર અક્ષય કુમાર સાથે મુલાકાત કરી નથી. સોમવારે SITએ બાદલની પૂછપરછ કરી હતી. બાદલે પુછપરછને શરમજનક ગણાવી હતી અને કેપ્ટન અમરિન્દરસિંગ પર રાજકીય દ્વેષના દોષારોપણ કર્યા હતા. SITની તપાસમાં એડીજીપી પ્રમોદ કુમાર અને ડીજી કુંવર વિજયપ્રતાપ કાર્યરત છે.
જોકે, કેપ્ટન એમરિન્દ્રસિંગે કહ્યું કે અક્ષય કુમારને સમન્સ જારી કરવામાં પંજાબ સરકારની કોઈ ભૂમિકા નથી. બાદલ સરકાર હતી ત્યારે ઘટના બની હતી.