નાગરિકતા સંશોધન એક્ટ, નેશનલ પોપ્યૂલેશન રજિસ્ટર અને નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝનને લઈને દેશમાં વિવાદ છેડાયેલો છે. કેન્દ્ર સરકાર ધીરે ધીરે તેના તરફ પગલાં ભરી રહી છે, તો વિપક્ષ ત્રણેય વિષયનો વિરોધ કરે છે અને તેને ભાગલા પાડનારું ગણાવે છે. આ વચ્ચે 2021માં થનારી વસ્તી ગણતરીની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. મોદી કેબિનેટે મંગળવારે વસ્તી ગણતરી, NPR અપડેટને મંજુરી આપી દીધી છે.
જો તમે વિચારી રહ્યાં છો કે, વસ્તી ગણતરીના સમયે ક્યાં સવાલ પુછવામાં આવશે? તો તમને જણાવી દઈએ કે 2021ની વસ્તી ગણતરી વખતે તમને ક્યાં પ્રકારના સવાલ પુછવામાં આવશે. સેંસસ ઈન્ડિયાની વેબસાઈટ પર વસ્તી ગણતરી 2021નું ફોર્મ અપલોડ કરી દેવામાં આવ્યું છે, જેમાં સંપૂર્ણ જાણકારી આપવામાં આવી છે.
નોંધનીય છે કે, દર દસ વર્ષે દેશની વસ્તી ગણતરી કરવામાં આવે છે, છેલ્લે 2011માં વસ્તી ગણતરી થઈ હતી. હવે એપ્રીલ 2020માં તેના પર કામ શરૂ કરવામાં આવશે. આ દરમિયાન ટ્રેનિંગ ચાલશે અને પછી 2021 સુધી વસ્તી ગણતરીનું કામ પૂર્ણ થશે.