રાહુલ ગાંધીએ લોકડાઉનમાં ફસાયેલા મજૂરોની દૈનિક જરૂરીયાતો માટે કેન્દ્ર સરકારને ઇમરજન્સી રાશન કાર્ડ જાહેર કરવાની અપીલ કરી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે દેશમાં અનાજ ગોડાઉનમાં સડી રહ્યું છે અને લોકો ભૂખ્યા મરી રહ્યા છે.
રાહુલ ગાંધીએ ટ્વીટર પર લખ્યુ, અમે સરકારને અપીલ કરીએ છીએ કે આ સંકટમાં ઇમરજન્સી રાશન કાર્ડ જાહેર કરવામાં આવે. આ તમામ માટે લોકડાઉનમાં અનાજની કમી સામે ઝઝુમી રહ્યા છે. લાખો દેશવાસી રાશન કાર્ડ વગર PDSનો લાભ નથી ઉઠાવી શકતા. અનાજ ગોડાઉનમાં સડી રહ્યું છે જ્યારે હજારો ભૂખ્યા પેટ રાહ જોઇ રહ્યા છે.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ દેશભરમાં કોરોના વાયરસના પ્રકોપ સામે તે તમામ સ્વાસ્થ્ય કર્મીઓની પ્રશંસા કરી છે, જે આ મુશ્કેલ સમયમાં કોરોના વિરૂદ્ધ સૌથી આગળની લાઇનમાં ઉભા છે. સ્વાસ્થ્ય કર્મીઓના નામે સંદેશમાં કોંગ્રેસના નેતાએ કહ્યું, પુરા દેશમાં પોતાના જીવનને ખતરામાં નાખીને સ્વાસ્થ્ય કર્મી, નર્સ, એએનએમ અને આંગણવાડી કાર્યકર્તા નિષ્ઠા અને સાહસ સાથે કોરોના વાયરસ મહામારી વિરૂદ્ધ જંગ લડી રહ્યા છે. દેશભક્તિનું સૌથી મોટુ ઉદાહરણ આ છે કે સંકટના સમયમાં તમે દેશમાં કામ આવો. આવા સમયમાં જ્યારે કોઇ પણ ખોટી જાણકારી લોકોને મુશ્કેલમાં મુકી શકે છે ત્યારે આશા વર્કસ એક એક ઘરે જઇને સાચી જાણકારી અને સુવિધા ઉપલબ્ધ કરાવી રહી છે.