લોકડાઉન બાદ આવનારી 15 એપ્રિલથી લોકો મુસાફરી કરી શકશે કે નહી, તેને લઇને તમામ અટકળો લગાવવામાં આવી રહી છે. અત્યારે સ્પષ્ટ નથી કે તાળાબંધી વધશે કે પછી કેટલાક પ્રતિબંધને ઓછા કરવામાં આવશે પરંતુ એટલુ નક્કી છે કે લોકડાઉન ખુલ્યા બાદ રેલ્વેમાં પહેલાની જેમ મુસાફરી કરવી મુશ્કેલ બનશે. એક રિપોર્ટ અનુસાર રેલ્વે મુસાફરી માટે પ્રોટોકોલ તૈયાર કરવામાં જોડાયુ છે. જો આ પ્રોટોકોલ લાગુ થઇ જાય છે તો પછી ટ્રેનની મુસાફરી પહેલા કરતા ઘણી અલગ હશે.
રેલ્વે યાત્રા દરમિયાન ફેસ માસ્ક જરૂરી બનાવવા પર વિચાર ચાલી રહ્યો છે. ઇકોનોમિક ટાઇમ્સના રિપોર્ટ અનુસાર, આગામી દિવસોમાં સ્ટેશનો પર મુસાફરોને થર્મલ સ્ક્રીનિંગમાંથી પસાર થવુ પડશે. આ પ્રક્રિયા સ્ટેશનની અંદર ગયા પહેલા હશે જેથી ફ્લૂ જેવા લક્ષણોની ખબર પડી શકે.
આ સિવાય પહેલાની જેમ ટ્રેન ચાલવામાં હજુ લાંબો સમય લાગી શકે છે. રેલ્વેની યોજના મહત્વના રૂટો પર જ ટ્રેન ચલાવવાની છે. આટલુ જ નહી ટ્રેનોની તમામ સીટ માટે બુકિંગ નહી થાય. સુત્રો અનુસાર 6 સીટોની કેબિનમાં માત્ર 2 સીટ પર જ લોકોને બેસવાની પરવાનગી હશ
આટલુ જ નહી લાઇવ હિન્દુસ્તાનના રિપોર્ટ અનુસાર, કેટલાક સમય માટે ટ્રેનોમાં એસી ડબ્બાને હટાવવામાં આવી શકે છે. આ સિવાય મુસાફરી પહેલા યાત્રીઓએ પોતાના સ્વાસ્થ્ય વિશે રેલ્વેને જાણકારી આપવાની રહેશે.