દિલ્હી-NCRમાં આખી રાત મુશળધાર વરસાદ વરસ્યો છે. જેનાંથી લોકોને ગરમીથી રાહત મળી છે પરંતુ દિલ્હીનાં રસ્તાઓ પર જાણે કે નદી વહેતી હોય તેવી હાલત થઇ ગઇ છે. શહેરમાં ઠેર-ઠેર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે હજી પણ દિલ્હી-NCRના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ છે.
અનેક જગ્યાઓએ ભારે વરસાદ થી દિલ્હી જળબંબાકાર થઇ ગયું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો થઇ જતા અનેક જગ્યાએ ભારે ટ્રાફિક જામનાં દ્રશ્યો સર્જાયા છે. નોર્થ દિલ્હીનાં જખીરા અંડરપાસમાં તો પાણી ભરાઇ જતા કારચાલક ડૂબતા ડૂબતા રહી ગયો. આખી રાત વરસેલા વરસાદને કારણ જખીરા અંડરપાસ નીચે વધારે પાણી ભરાઇ જતા તેમાં એક ડીટીસીની બસ, ઓટો, ટ્રેક્ટર અને કાર વધારે પાણીની વચ્ચે ફસાઇ ગઇ હતી. કાર અને રિક્ષાને તો બહાર નીકાળી દેવાઇ પરંતુ બસ કલાકો સુધી અંદર જ ફસાયેલી રહી.