છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં અનેક વિસ્તારોમાં મેઘરાજાએ મહેર કરી છે. તો ગુજરાતીઓનાં મનપસંદ પ્રવાસસ્થળ માઉન્ટ આબુમાં પણ સારો વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે માઉન્ટ આબુની સુંદરતા ખીલીને બહાર આવી છે.
ગુજરાતની જેમ રાજસ્થાનમાં પણ આ વર્ષે વરસાદ ખેંચાયો છે, જેથી રાજસ્થાનના મુખ્ય પર્યટક સ્થળ માઉન્ટ આબુમાં આ સમયે ઝરણાઓ વહેતાં નજરે પડે છે. માઉન્ટ આબુમાં વાદળો સાથે પર્યટકો જાણે વાતો કરતા હોય તેવી રીતે વાદળો ડુંગરોની કોતરોમાંથી નીકળતાં હતા, જેથી ઝરણાઓ ખીલખીલાટ વહી રહ્યા છે.