કોરોના વાયરસ મહામારી દરમ્યાન રાજકારણીઓ અને મંત્રીઓ અવારનવાર પોતાની ઓછી બુદ્ધિનું પ્રદર્શન કરતા રહે છે. કોઈ ગૌમૂત્રથી કોરોના ભગાડવાની વાત કરે છે તો કોઈ બીજા ચિત્રવિચિત્ર ટોટકા ગણાવે છે. કોરોનાને લઈને વાહિયાત નિવેદનો કરવાના લિસ્ટમાં હવે રાજસ્થાનના એક મંત્રીનું નામ પણ સામેલ થઇ ગયું છે. રાજસ્થાન સરકારના ઉર્જા અને જળ મંત્રી બીડી કલ્લાએ કોરોનાથી બચવા માટે વેક્સિનેશનને જ્ઞાન આપ્યું છે.રાજસ્થાનના ઉર્જા અને જલ મંત્રી બીડી કલ્લા વેક્સિનેશનને લઈને નવું નિવેદન આપતા ‘જ્ઞાન’ આપ્યું છે.મંત્રી બીડી કલ્લાએ કહ્યું છે કે તમને ખબર છે વેક્સિન કોને આપવામાં આવે છે. આજ સુધી આપણા દેશમાં વેક્સિન તો માત્ર બાળકોને જ આપવામાં આવતી રહી છે. આ વૃદ્ધોને ક્યાંથી વેક્સિન લાગવા લાગી. તેમણે કહ્યું કે કોરોનામાં પણ સૌથી પહેલા બાળકોને જ રસી આપવી જરૂરી હતી. કારણ કે બાળકોને બચાવવા વધુ જરૂરી છે.કલ્લાએ કહ્યું છે કે મોદી સરકારે કોરોનાની વેક્સિન વૃદ્ધોને આપવાની શરૂઆત કરી છે. મેં વૃદ્ધોને તો એટલું પણ કહેતા સાંભળ્યા છે કે અમે તો એમ-નેમ જ 80-85 વર્ષના થઇ ગયા. અમે કોરોનાથી મરી જઈએ તો પણ વાંધો નહીં. પહેલા બાળકોને રસી આપવી જોઈએ. મંત્રીજી અહીં જ ન અટક્યા. તેમણે વેક્સિનેશન પોલિસીને લઈને કેન્દ્ર સરકાર પર જોરદાર હુમલો કર્યો.તેમણે કહ્યું કે પીએમ મોદીની વેક્સિન પોલિસી ખોટી છે. વેક્સિન આવી તો સૌથી પહેલા બાળકોને રસી આપવી જોઈતી હતી પરંતુ મોદી સરકારે એવું ન કર્યું જેને કારણે બધી સમસ્યાઓ ઉભી થઇ રહી છે, કેન્દ્રીય જળ સંસાધન મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે રાજસ્થાન સરકારના મંત્રી બીડી કલ્લાના નિવેદનને ટ્વીટ કરતા તેમને ઘેરવાનો પ્રયાસ કર્યો છે.ગજેન્દ્ર સિંહ શેખાવતે બીડી કલ્લાના નિવેદનને ટ્વીટ કરીને લખ્યું છે કે વેક્સિનને લઈને કોંગ્રેસના નેતાઓ હાસ્યાસ્પદ જ્ઞાન અને નિવેદનો સાંભળી લો. વેક્સિન પોલિટિક્સથી કોંગ્રેસ હવે ક્લાઉન પોલિટિક્સ પર આવી ગયું છે.
