પંજાબ નેશનલ બેંકના મુખ્ય કૌભાંડી મેહુલ ચોકસીને લઇને ભારતને મોટો ઝટકો લાગ્યો છે. દેશના સૌથી મોટા બેંક કૌભાડમાંનું એક મુખ્ય આરોપી મેહુલ ચોકસીએ ભારતીય નાગરિકતા છોડી દીધી છે.
એક મળતા અહેવાલ મુજબ મેહુલ ચોકસીએ ભારતીય પાસપોર્ટ એન્ટીગુઆ ઉચ્ચાયુક્તમાં જમા કરાવી દીધો છે. જેનો સીધો મતલબ એ થાય છે કે મેહુલ ચોકસીને ભારત લાવવો કેન્દ્ર સરકાર માટે મુશ્કેલી ભર્યું રહેશે.
પંજાબ નેશનલ બેંક સાથે રૂપિયા 13.50 હજાર કરોડનું કૌભાંડ આચરનારા મેહુલ ચોક્સીએ પોતાનો પાસપોર્ટ સરન્ડર કર્યો છે અને હવે તે પોતાને એન્ટિગુઆનો નાગરિક બતાવી રહ્યો છે. જેથી ભારત સરકાર માટે તેના પ્રત્યાર્પણની મુશ્કેલી વધી છે.
જે બાદ કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે, ભારત સરકારે ઈકોનોમીક ઓફેન્ડર્સ બીલ પાસ કરી દીધુ છે. જેથી જેટલા પણ ઈકોનોમીક ઓફેન્ડર્સ હશે તેમને છોડવામાં નહીં આવે. આવા તમામ ઈકોનોમીક ઓફેન્ડર્સને ભારત લવાશે.
કોઈ પણ ભોગે ઈકોનોમીક ઓફેન્ડર્સને ભારત લવાશે. હા સમય કદાચ લાગી શકે છે કારણકે લીગલ પ્રોસેસમાંથી પસાર થવાનું હોય છે. પણ ચોક્કસ ભારત લવાશે, કોઈને બક્ષવામાં નહીં આવે.