સીબીઆઈના નંબર-2 અધિકારી રાકેશ અસ્થાનાને લાંચના કેસમાં તપાસ કરવાનું દિલ્હી હાઇકોર્ટે આજે જણાવ્યું હતું. આવશે. રાકેશ અસ્થાના પર ધરપકડનો ખતરો તોળાઈ રહ્યો છે. દિલ્હી હાઈકોર્ટના જજે સીબીઆઈના સ્પેશિયલ ડારેક્ટર રાકેશ અસ્થાના, સીબીઆઇના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ દેવેન્દ્ર કુમાર અને કથિત મધ્યસ્થી મનોજ પ્રસાદ સામે દાખલ કરાયેલા કેસને રદ કરવાનો ઇનકાર કર્યો હતો, અને ફોજદારી કાર્યવાહી સામે મિસ્ટર અસ્થાનાની ધરપકડ નહીં કરવાના આપેલા વચગાળાના હુકમને પણ દુર કર્યો હતો.
10 અઠવાડિયામાં રાકેશ અસ્થાના અને અન્યો સામે કેસમાં તપાસ પૂર્ણ કરવા સીબીઆઈને કહેવામાં આવ્યું છે. કોર્ટે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ અથવા એફઆઈઆરને પડકારતી ત્રણ દ્વારા દાખલ કરાયેલી અરજીની સુનાવણી કરી હતી જેમાં રાકેશ અસ્થાના પર ફોજદારી ષડયંત્ર, ભ્રષ્ટાચાર અને ગુનાહિત ગેરવર્તનનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
દિલ્હી હાઈકોર્ટના જજ નજમી વાઝિરીએ જણાવ્યું હતું કે આ કેસની હકીકતોને ધ્યાનમાં રાખીને રાકેશ અસ્થાના અને દેવેન્દ્ર કુમાર પર કાર્યવાહી કરવા માટે પૂર્વ મંજુરીની પરવાનગીની જરૂર નથી.
હૈદરાબાદ સ્થિત ઉદ્યોગપતિ સતીશ બાબુ સાનાના આરોપ બાદ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. માંસ નિકાસકાર મોઈન કુરેશીને સંડોવતા કેસમાં રાહત મેળવવા માટે લાંચ આપામાં આવી હોવાનો આરોપ છે.
દિલ્હી હાઈકોર્ટનો ચૂકાદો રાકેશ અસ્થાનાની મુશ્કેલીઓમાં વધારો કરી શકે એમ છે. ગઈકાલે હાઈપાવર કમિટીની મીટીંગમાં સીબીઆઈ ચીફ આલોક વર્માને સીબીઆઈના ચીફ તરીકેથી દુર કરવામાં આવ્યા બાદ દિલ્હી હાઈકોર્ટનો રાકેશ અસ્થાના અંગેનો ચૂકાદો આવ્યો હતો.