પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ હવે રાજકીય વાતાવરણ તંગ થયું છે. હવે યોગગુરૂ બાબા રામદેવના નિવેદનમાં પણ જોવા મળ્યું કે, તેઓને પણ પીએમ મોદીની જીત પર વિશ્વાસ નથી. યોગ ગુરૂ બાબા રામદેવે કહ્યું કે, દેશની રાજકીય સ્થિતિ ખૂબ જ ખરાબ છે.
એવું કહી ના શકાય કે આગામી પ્રધાનમંત્રી કોણ બનશે. હું રાજકારણ પર ધ્યાન કેન્દ્રિત કરતો નથી. ના તો કોઈને મારૂ સમર્થન છે ના તો કોઈનો વિરોધ. અમારો લક્ષ્ય માત્ર સાંપ્રદાયિક કે હિન્દુ ભારત બનાવવાનો નથી. અમે ભારત અને વિશ્વને આધ્યાત્મિક બનાવવા માગીએ છીએ.
જો કે, રામદેવ બાબાના આ નિવેદનને રાજકારણ સાથે જોડીને જોવામાં આવી રહ્યો છે. કારણકે પાંચ રાજ્યોમાંથી ત્રણ રાજ્યોમાં કોંગ્રેસને મોટી જીત મળતા રાહુલ ગાંધીની એન્ટ્રી થઈ છે. જેને લઈને હવે ભાજપ પણ પહેલા કરતા વધુ સક્રિય થયું છે. જે બાદ બાબા રામદેવનું આ નિવેદન ઘણું બધુ કહી જાય છે.