રાંચીના નામકુમમાં એક ભીષણ રોડ અકસ્માત સાત લોકોને ભરખી ગયો છે. રાંચી-ટાટા માર્ગ પર રામપુર વિસ્તારમાં બોલેરો અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો, આ અકસ્માત એટલો ભયાનક હતો કે, બોલેરોમાં સવાર સાતેય લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃતકોમાં એક પરિવાર સામેલ છે.
શનિવાર બપોર ત્રણ વાગ્યે થયેલ આ અકસ્માતમાં બોલેરો સંપૂર્ણ રીતે નષ્ટ પામી હતી. ઘટનાસ્થળે પહોંચેલ પોલીસ મુજબ અકસ્માતમાં ઇજા પામેલ લોકોને હોસ્પિટલ ખસેડાયા છે. આ ભીષણ અકસ્માતમાં ભોગ બનનાર બધા જ લોકો ચાન્હો વિસ્તારના પિપરાટોલીના રહેવાસી માનવામાં આવે છે.
સ્થાનીક લોકોએ આપેલ માહિતી મુજબ, આ એક ભીષણ અકસ્માત હતો જેમાં ભોગ બનેલા લોકોના મૃતદેહો ક્ષત-વિક્ષત થઇ ગયા હતા. ઘટનાસ્થળની આસપાસ માનવ અંગો વિખેરાયા હતા.
ઘટના દરમિયાન બોલેરોમાં સવાર પાંચ લોકોના મોત ઘટનાસ્થળે મૃત્યુ પામ્યા હતા. જેમાં એક ચાર વર્ષનું બાળક અને 35 વર્ષનો યુવાન પણ સામેલ છે. તાજેતરમાં જ પરણેલ આ યુવકનો પરિવાર બોલેરોમાં સવાર હતો, જેમાં બાળકો પણ સામેલ હતા.