રાજસ્થાનમાં શ્રીગંગાનગરમાં 60 વર્ષની એક વૃદ્ધા પર રેપ કરવામાં આવ્યો હતો. હવે પોલીસે આ મામલે આરોપીને પકડી પાડ્યો છે. વૃદ્ધાનો રેપ કરનાર 17 વર્ષનો એક યુવક છે. પૂછપરછ કરતા યુવકે તમામ વાત જણાવી હતી.
રિપોર્ટ્સ અનુસાર, ઘર પાસે જ એક પાર્કમાં આ વૃદ્ધા રોજ સવારે વોક પર જાય છે.ત્યા જ આ યુવક તેને જોતો હતો. આ યુવક પણ વૃદ્ધાના ઘરની પાસે જ રહેતો હતો. આખો દિવસ તે મોબાઇલ પર અશ્લીલ વીડિયો જોતો હતો. વીડિયોને જોઇને તેનો રેપ કરવાનો પ્લાન બનાવ્યો હતો. 17 સપ્ટેમ્રની રાત્રે તે પાર્કમાં જઇને બેસી ગયો. વૃદ્ધાની આંખ રાત્રે 2 વાગ્યે ખુલી તો તેને લાગ્યુ કે સવારના ચાર વાગી ગયા છે. માટે તે મોર્નિંગ વોક પર નીકળી હતી. તે માનસિક રીતે નબળી હતી માટે કેટલીક વસ્તુ ભૂલી જતી હતી. તે રાત્રે પણ આવુ જ થયુ. તે સમયને જાણીના શકી અને 2 વાગ્યે જ વોક પર નીકળી હતી.
જ્યારે વૃદ્ધા પાર્કમાં પહોચી ત્યારે ઘાત લગાવીને બેઠેલા યુવકે તેનો રેપ કર્યો હતો. વૃદ્ધા કોઇને ઓળખી ના શકે અને કોઇ તેને પકડી ના શકે માટે તેને વૃદ્ધાની હત્યા કરવાનો પણ પ્રયાસ કર્યો હતો, તેને પત્થરથી તેનું માથુ કચડી નાખ્યુ હતું. યુવકને લાગ્યુ કે વૃદ્ધ મરી ગઇ છે તો તેને છોડીને તે પોતાના ઘરે ભાગી ગયો હતો. સવારે જ્યારે લોકો પાર્કમાં વોક માટે પહોચ્યા તો તેમણે લોહીથી લથપથ વૃદ્ધાને જોઇ હતી અને હોસ્પિટલમાં દાખલ કરાવી હતી. તે બાદ તેના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવ્યો હતો.
પોલીસે આરોપીને પકડવા માટે એક ટીમ બનાવી હતી જેમાં યુવકને પકડી લેવામાં આવ્યો હતો.