12 ઓગસ્ટના રોજ દેશભરમાં બકરી ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે. મુસ્લિમ બિરાદરો આ દિવસને ખાસ ઉત્સાહ સાથે ઉજવે છે. આ દિવસની તૈયારીના ભાગરૂપે ઠેરઠેર બકરા બજાર પણ સજ્જ થઈ ચુકી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આ બજારોમાં બકરાની ઊંચી ઊંચી બોલી લગાવવામાં આવી રહી છે.

સામાન્ય રીતે અલવરી પ્રજાતિના બકરા મોંઘા હોય છે. જામા મસ્જિદના બકરા બજારમાં આ પ્રજાતિના ત્રણ બકરા છે જેની કીમત 11 લાખ લગાવવામાં આવી છે. ઈકરામ નામના એક વ્યક્તિએ આ ત્રણ 175થી 200 કિલો વજન ધરાવતાં બકરાને ઉછેરીને મોટા કર્યા છે. આ ઉપરાંત ચાંદ નામનો બકરો પણ તેની કીમતના કારણે ચર્ચામાં છે. આ બકરાની કીમત તેના માલીકએ 4 લાખ 50 હજાર લગાવી છે. ઉલ્લેખનીય છે કે બકરા બજારમાં બરબરે, પંજાબી, મેવાતી, અલવરી, દોગલે અને દેશી બકરાની માંગ વધારે હોય છે.

એક જાણકારી અનુસાર કેટલાક લોકો બકરાનું વજન વધે અને તે હૃષ્ટપૃષ્ઠ થાય તે માટે તેને બીયરમાં કેમિકલ ઉમેરીને પીવડાવે છે. આ કારણે તેમને બકરાની સારી એવી કીમત મળે છે. બીયર સાથે કેટલાક બકરાને સોડા, ચણાનો લોટ પણ ખવડાવે છે. આ કામ એટલા માટે કરવામાં આવે છે કે બકરો વજનદાર હોય અને તેની કીમત સારી મળે.