રિઝર્વ બેંક નેત્રહીન લોકોને નોટની ઓળખ થઇ શકે તે માટે એક મોબાઇલ એપ લાવવા પ્રસ્તાવ તૈયાર કર્યો છે. હાલ દેશમાં 10 રૂપિયા, 20 રૂપિયા, 100રૂપિયા, 200 રૂપિયા, 500 રૂપિયા અને 2000 રૂપિયાની નોટ પ્રચલનમાં છે.
આ ઉપરાંત ભારત સરકાર એક રૂપિાયની નોટ પણ જારી કરે છે. નોટોની ઓળખ કરવામાં નેત્રહીન લોકોની મદદ કરવા માટે ‘ઇન્ટાગ્લિયો પ્રિન્ટિંગ’ એટલે કે ઉભાર વાળી છપાઇમાં 100 તથા તેથી મોટી નોટ ઉપલબ્ધ છે. આ અંગે રિઝર્વ બેન્કે મોબાઇલ એપ બનાવવા માટે ટેક્નોલોજી કંપનીઓની બીડ મંગાવી છે.
કેન્દ્રીય બેન્કે કહ્યું કે, ‘મોબાઇલ એપ મહાત્મા ગાંધી શ્રેણી અને મહાત્મા ગાંધી (નવી) શ્રેણીની નોટોએ મોબાઇલ કેમેરા સામે રાખવા અથવા સામેથી પસાર કરતા ઓળખવામાં સક્ષમ હોવી જોઇએ. ઉપરાંત મોબાઇલ એપ કોઇપણ એપ સ્ટોરમાં વોઇસ દ્વારા શોધવા લાયક હોવી જોઇએ.
રિજર્વ બેન્કે કહ્યું કે એપ બે સેકન્ડમાં નોટ ઓળખવામાં સક્ષમ હોવી જોઇએ તથા વિના ઇન્ટરનેટ (ઓફલાઇન) પણ કામ કરી શકે તેવી હોવી જોઇએ. ઉપરાંત તેમા એપમાં એકથી વધુ ભાષા અને અવાજની સાથે નોટિફિકેશન આપવા યોગ્ય હોવી જોઇએ. ઓછામાં ઓછી આ એપ હિન્દી અને અંગ્રેજીમાં ઉપલબ્ધ હોવી જોઇએ. માનવામાં આવી રહ્યું છે કે દેશમાં 80 લાખ લોકો એવા છે જે નેત્રહીન અથવા જોવામાં અક્ષમ છે. રિઝર્વ બેન્કની આ પહેલથી લોકોને મદદ મળશે.